Homeગામનાં ચોરેદિલ્હીમાં હળવા ઝાપટા તો ગુજરાતમાં આ બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ

દિલ્હીમાં હળવા ઝાપટા તો ગુજરાતમાં આ બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ

Team Chabuk-National Desk: દિલ્હી એનસીઆરમાં ગુરૂવારની રાતે થયેલ ધોધમાર વરસાદે હવામાનનો આખો મિજાજ બદલી નાખ્યો હતો. વરસાદના કારણે શુક્રવારે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાજિયાબાદ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં તાપમાન નીચું નોંધાયું હતું. વરસાદ પડતા લોકોને બફારાના ત્રાસમાંથી મુક્તિ મળી હતી.

rps baby world

દિલ્હી એનસીઆર સહિત કેટલાય રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગની તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં 29 સપ્ટેમ્બર સુધી વરસાદના હળવા ઝાપટા પડશે. આ સિવાય હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાન, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત, આંધ્ર પ્રદેશમાં પણ અલગ અલગ પાંચ દિવસ સુધી ભારે વરસાદના અણસાર છે. ગુજરાતમાં 25થી 26 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ તટ વિસ્તાર આંધ્રપ્રદેશમાં 26 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગનું આ અંગે કહેવું છે કે, પૂર્વોત્તર ભારતની આસપાસના કેટલાક વિસ્તારોમાં દબાણ બની રહ્યું હોવાથી શુક્રવારના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સહિત જમ્મુમાં ભારે વરસાદ પડશે. ઉત્તર પ્રદેશ તથા મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

rps baby world

હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના જોતા કેટલાક રાજ્યોમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભાદરવામાં ભરપૂર મેઘવર્ષા થઈ છે. ખાસ સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments