Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં જ્યાં એક બાજુ મેઘવિલોપન થયું છે તો બીજી બાજુ સુરત શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. આજે સૌરાષ્ટ્રના જામનગરના જોડિયામાં તોફાની મેઘવર્ષા જોવા મળી હતી. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને રાજકોટ બાદ હવે આ સવારી સુરતમાં આવી પહોંચી છે. છેલ્લા બે દિવસથી સુરતમાં મેઘરાજા હળવા હળવા વરસી રહ્યા છે. પણ આજે બપોરે જામેલા ચોમાસેએ ઘડીવારમાં સુરતની સૂરત બદલી નાખી હતી. આજે સુરતમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું સર્જન થઈ ગયું હતું.

સવારથી અત્યાર સુધીમાં સુરતનગરીમાં ત્રણ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. સવારથી જ અહીં કાળાડિબાંગ વાદળો ઘનઘોર બની ઘેરાયા હતા. શરૂ શરૂમાં તો હળવા ઝાપટારૂપે હેલી પડી હતી પણ બાર વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. બે કલાકમાં અનરાધાર આવી જવાના કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ વાહન ચાલકોને પણ અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. ક્યાંક ક્યાંક તો ડિવાઈડરો પણ અદૃશ્ય થઈ ગયા હતા.
સુરતના મહત્વના કહી શકાય અને જ્યાં જનજીવન ધબકતું જોવા મળે છે તેવા પર્વત પાટિયા, રીંગ રોડ, ડિંડોલી, પાલ, અડાજણ, વેસુ, વરાછા, પાલનપુર જકાતનાકા, કતારગામ સહિતના વિવિધ વિસ્તારો પાણીથી છલોછલ બન્યા હતા. સુરતવાસીઓ માટે આનંદની વાત એ છે કે શહેરની જીવાદોરી સમાન એવી તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે. આ કારણે ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.

જામનગરના જોડિયામાં જમાવટ
જામનગરમાં પડેલા વરસાદને અતિવૃષ્ટી કહેવી તેમાં અતિશ્યોક્તિ નથી. શહેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો, તો જોડિયામાં 24 કલાકમાં સાત ઈંચ વરસાદે લોકોને તોબા પોકારાવી દીધું હતું. જોડિયામાં વહેલી સવારમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. એ પછી મંથર ગતિએ મેઘરાજાએ પોતાની કાર્યવાહી ચાલુ જ રાખી હતી. વરસાદ એટલો ભારે હતો કે જામનગરના દરેડ નજીક આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘુસી ગયા હતા. જામનગરવાસીઓ તો હવે વરસાદથી ત્રાસ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત