Homeગુર્જર નગરીવડોદરા: લગ્નના પાંચ વર્ષ થયા છતાં પતિએ એક પણ વખત શારીરિક સુખ...

વડોદરા: લગ્નના પાંચ વર્ષ થયા છતાં પતિએ એક પણ વખત શારીરિક સુખ ન આપતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

Team Chabuk-Gujarat Desk: વડોદરાની એક પરણિત યુવતીના સપનાઓ ત્યારે ચકનાચૂર થઈ ગયા હતા જ્યારે તેને ખબર પડી કે તેનો પતિ તો નપુંસક છે. પાંચ વર્ષથી એક પણ વખત શરીર સુખ ન આપનારો પતિ અને દહેજ માટે અવારનવાર ત્રાસ આપનારા સાસરિયાઓની વિરૂદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

rps baby world

2017માં આ યુવતીના લગ્ન ચાર્ટડ એકાઉન્ટન્ટ પતિની સાથે થયા હતા. યુવતીના પિતાએ 1.50 કરોડ રૂપિયા દહેજમાં આપ્યા હતા. આ સિવાય એક કરોડના સોના-ચાંદીના દાગીના તો નોખા. તોપણ દહેજ માટે અકરાંતિયા બનેલા આ સાસરિયાઓ 50 લાખની વધુ માગણી કરતા હોય આખરે યુવતીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

rps baby world

આ પરિણીતા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, લગ્નજીવનને પાંચ વર્ષના વહાણ વિતી ગયા છતાં પતિ શારીરિક સુખ આપતો નહોતો. આ માટે દવા કરવાનું કહેતા એ પણ કરતો નહોતો. માતા પિતા પોતાના નપુંસક પુત્રને ધમકી આપતા હતા અને પરિણીતાને માર મરાવવાનું કહેતા હતા. પતિને જ્યારે મોટા ઉપાડે થાઈલેન્ડ અને દુબઈનો પ્રવાસ કરવો હતો, ત્યારે એ પણ પરિણીતાના પિતાએ કરાવી આપ્યો હતો. તેમ છતાં પરિણીતા પર દહેજનું દબાણ નાખવામાં આવતું હતું.

rps baby world

સિગારેટ પીવાનો શોખીન એવો પતિ દારૂનો નશો કરી મોડી રાત્રે ઘરે આવતો હતો અને ઝઘડો થતો ત્યારે સિગરેટના ડામ દેવાની ધમકી ઉચ્ચારતો હતો. એટલું જ નહીં તેની શારીરિક સમસ્યા અંગે પરિણીતા જ્યારે વાત કરતી હતી ત્યારે તેને ખરું ખોટું બોલી બાલ્કનીમાંથી ફેંકી દેવાનું કહેતો હતો.

rps baby world

આખરે કંટાળેલી પરિણીતાએ સમગ્ર પરિવારની વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ અને તેના સાસુ-સસરાનો સમાવેશ થાય છે. સાસુ-સસરાએ તેને દહેજ માટે માનસિક ત્રાસ આપ્યો, તો પતિએ સોહાગણના સપનાઓ પૂરા ન કર્યા. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments