Homeસિનેમાવાદપાનસિંહ તોમર : અરે પહેલા તને નેશનલ એવોર્ડ તો અપાવી દઉં...

પાનસિંહ તોમર : અરે પહેલા તને નેશનલ એવોર્ડ તો અપાવી દઉં…

ઝાલાવાડી જલજીરા: દિલ્હીમાં એ સમયે પ્રદૂષણ નહોતું. 90નો દાયકો ચાલતો હતો અને એક યુવક શાકભાજી લઈ ઘરે આવ્યો. પોતાની સામે ઉભેલા વ્યક્તિની ફરિયાદ સાંભળવા માટે એ તત્પર જ હતો. તેણે કહ્યું, ‘હવે વધારે સહન નથી થતું. ઘરે જવું છે.’ સામેથી શાકભાજી લઈ આવેલા વ્યક્તિએ કહ્યું, ‘અરે પહેલા તને નેશનલ એવોર્ડ તો અપાવી દઉં પછી જજે…’  નેશનલ એવોર્ડ આપવાની વાત કહેનારા વ્યક્તિનું નામ તિગ્માંશુ ધુલિયા અને સામે નિરાશ થઈ પ્રત્યાયન કરનારા માણસનું નામ ઈરફાન ખાન.

rps baby world

2012ની સાલમાં આવી ફિલ્મ પાનસિંહ તોમર. નેશનલ એવોર્ડ જીતી ગઈ અને દાયકાઓ જૂનું તિગ્માંશુએ કહેલું વેણ પણ સાચું પડી ગયું. તિગ્માંશુ અને ઈરફાન ખાન બંન્ને એનએસડીમાં ભણતા હતા. ઈરફાન ખાન તેનો સિનીયર હતો. ભવિષ્યની શું ખબર કે બાદમાં ઈરફાન અને તિગ્માંશુ બોલિવુડ ઈતિહાસની સૌથી મારફાડ અને ડાઈલોગમાં ચીરીફાડી નાખતી ફિલ્મ આપશે. 2 માર્ચ 2012માં રિલીઝ થયેલી ફિલ્મને લઈ 2013માં ક્રમશ: તિગ્માંશુ બેસ્ટ ડાયરેક્ટર અને ઈરફાન બેસ્ટ એક્ટર બની જશે.

બોલિવુડને ડાકુઓ પર પહેલાથી પ્રેમ રહ્યો છે. મધર ઈન્ડિયામાં સુનીલ દત્ત ડાકુ બન્યા. એ પછીથી ડાકુના રોલો વિલન માટે જ આવતા હતા. એક સમયે ગુજરાતી ફિલ્મોમાં પણ ડાકુઓ આવવા લાગ્યા. હરકિસન મહેતાએ ડાકુઓ પર લગલગાટ બેસ્ટસેલર નવલકથાઓ લખીને હિટની વણઝાર સ્થાપી દીધી. જ્યારે આ બધું બનતું અને લખાતું હતું ત્યારે બે સત્ય ઘટનાઓ બની ગઈ. એક ફુલન દેવી. જેના જીવન પરથી બાદમાં બેન્ડિટ ક્વીન નામની ફિલ્મ શેખર કપૂરે બનાવી. એ ફિલ્મ જોયા બાદ ડાકુ ઉપર રચાયેલી ફિલ્મોમાં કલાત્મકતાનો આ છેલ્લો છેડો હોવાનું લાગતું હતું, પણ એવામાં એક બીજી રિયલ સ્ટોરી ઘડાઈ ગઈ. નામ હતું પાનસિંહ તોમર. એશિયન ગેમ્સમાં ચિત્તાની સ્પીડે ભાગ્યો. એ દેશ માટે દોડ્યો બરાબર હતો, પણ જીવનમાં પારિવારિક તકલીફોના હર્ડલ્સ પાર ન કરી શક્યો. જવાબ… ડાકુ બની ગયો.

rps baby world

‘ડાકુ પાનસિંહ તોમરને મળવું છે’ એક ફાંદવાળા પત્રકારે કહ્યું અને તેને પાનસિંહના રહેઠાણે લઈ જવામાં આવ્યો. પાનસિંહ આવ્યો અને પત્રકારના ચહેરા પર ડર દેખાયો. પાનસિંહે પ્રારંભિક વાતચીત કરી અને ભૂતકાળ શરૂ થયો. પાનસિંહને યુદ્ધ લડવાની ખૂબ ઈચ્છા હતી પણ લડી ન શક્યો. ઉપરથી તેનું ભોજન ખૂબ હતું એટલે તેને સ્પોર્ટ્સમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો. પ્રતિદ્વંદીઓને આરામથી હરાવી 5000 મીટરની દોડમાં તે વિજેતા બન્યો પણ કોચે કહ્યું, ‘5000 નહીં તું સ્ટીપલ્ચૈસમાં દોડ.’ જ્યાં તેણે નેશનલ રેકોર્ડ બનાવ્યો. એટલું જ નહીં ટોક્યોમાં બુટ વિના દોડીને તેણે નવો કિર્તીમાન સ્થાપિત કરી દીધો. જ્યારે નિવૃત થયો તો પારિવારિક અંટસો શરૂ થઈ ગઈ. નિવૃત થઈ શાંતિથી જીવન પસાર કરવું હતું પણ પોતાના કાકા-મોટાબાપાના ભાઈઓના કારણે આ થઈ ન શક્યું. તે પરિવાર સામે હારી ગયો. ભાઈઓના વારંવાર વાર અને દેશ માટે મેડલ જીત્યા છતાં પોલીસ દ્વારા નોંધવામાં ન આવતા કેસના કારણે બાગી બની ગયો.

તિગ્માંશુ ધુલિયા જ્યારે બેન્ડિટ ક્વીનમાં શેખર કપૂરના સહાયક તરીકે કામ કરી રહ્યાં હતાં ત્યારે પ્રથમ વખત તેમને આ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. એક રીતે ફિલ્મમાં સ્પોર્ટ્સ મેનની લાઈફ. જીવનના ઉતાર-ચઢાવ. સિસ્ટમે તેની સમસ્યાને ન ઓળખીને ભૂલ કરી તેવી વાતો મનની સપાટી પર આવશે. ફિલ્મનો પ્રભાવ જ એટલો છે કે તેમાં સેકન્ડ હાફ બાદ તો પાનસિંહના દુ:ખ સિવાય કોઈ વાત દર્શકના માનસપટ પર યાદ જ નથી રહેતી. ફિલ્મને શરૂઆતમાં જોતી વખતે મોટિવેશનલ મળે. ફિલ્મ મધ્યાંતરમાં પહોંચે એટલે સિસ્ટમ પર દાઝ ચઢે અને ફિલ્મનો અંત નાયકને પ્રતિનાયક બનાવી દે. જે ગમે બધાને છે, પણ તેના કામ તો સારા છે નહીં.

rps baby world

ફિલ્મમાં દયા ઠાંસોઠાંસ ભરેલી છે. પરિવાર પર થતાં અત્યારચાર પર દયા આવે, પાનસિંહના એન્ડમાં બોલાતા સંવાદો પર દયા આવે, તેની માતા અને દીકરા સાથે જે થયું તેના પર દયા આવે, પોતાના જૂનિયર દોડવીરોને કૂદતા જોઈ ‘પાનસિંહ સર આટલું કૂદી જતાં હતાં’ એ સાંભળીને ભૂતકાળની યાદમાં પણ દયા આવે. ભિંડ અને મુરૈનાની ભાષા સમજવી થોડી મુશ્કેલી લાગશે. માહિ ગીલ અને ઈરફાન ખાન વચ્ચેના દૃશ્યો બોર કરે છે. જોનારની ઈચ્છા પાનસિંહને વારંવાર દોડતો જોવાની છે, તેની સામે પાનસિંહનો ફસ્ટ હાફ તો લે પૂરો પણ થઈ ગયો અને સેકન્ડ હાફ લંબાતો હોય તેવું લાગ્યા કરે.

rps baby world

પાનસિંહ કરતાં ભાગ મિલ્ખા ભાગ જે તેના પછી આવી તે વધારે સફળ રહી તેની પાછળનું કારણ તે સંપૂર્ણપણે સ્પોર્ટ્સ પર આધારિત બાયોપિક છે. પાનસિંહ બાયોપિક હોવા છતાં બે ભાગમાં વિભાજીત થઈ જાય છે. અહીં પાનસિંહ સ્પોર્ટ્સમેન તરીકે પહેલા પાર્ટમાં નાયક બન્યો છે અને બાગી તરીકે બીજા ભાગમાં પ્રતિનાયક બન્યો છે. એક જ વ્યક્તિના બે અલગ અલગ શેડ દેખાશે. જેને પડદા પર સાકાર કરવા માટે પણ ઈરફાન જેવી અદભુત અભિનય ક્ષમતા જોઈએ.

1985માં સન્ની દેઓલની એક ફિલ્મ આવી હતી. નામ હતું અર્જુન. જાવેદ અખ્તરે તે ફિલ્મમાં એક ગીત લખેલું. મમૈયા કેરો કેરો કેરો મામા. એ ગીતના 2 મિનિટના પોર્શનને પાનસિંહમાં લેવામાં આવ્યું છે. પાનસિંહની દોડ અને ઈરફાનના અવાજમાં બોલાતા ડાઈલોગે એ ગીતને એનર્જીટીક બનાવ્યું છે. જાવેદ અખ્તરે લખેલા એ તમામ શબ્દો 2012માં બનેલી પાનસિંહ સાથે બરાબર મેચ થઈ જાય છે. એ સિવાય ધાંઈ ધાંઈ, જાઓ ઢલ જાઓ અને ઓરે બનવાસી સહિત પાન સિંહની થીમ છે. પણ 2 મિનિટનું કેરો મામા ગીત તમારી ક્ષમતા કરતાં વધારે કામ કરવાનું ઉદ્દીપન પૂર્ણ પાડશે. કેરો મામા એ પોર્ટૂગીઝ શબ્દ છે. જેને બ્રાઝીલના ગાયક કારમેન મિરાન્ડાએ પોતાના ગીત ‘મામા યો ક્વીરો ક્વીરો મામા’થી લોકપ્રિય બનાવ્યું હતું.

rps baby world

ઈરફાન ખાન કોઈ પણ ડાઈલોગ બોલે તે માસ્ટરપીસ જ હોય છે. ઈરફાન માટે ડાઈલોગ લખનારાઓને કોઈ ચિંતા કરવાની હોતી નથી. એ નબળા ડાઈલોગને પોતાની પ્રતિભાથી સબળા બનાવી નાખે છે. પાનસિંહના ડાઈલોગ તો સિસ્ટમને જડબાતોડ જવાબ આપતા હતા. બીહડ મેં બાગી હોતે હૈ ડકેત મિલતે હૈ પાર્લામેન્ટ મેં, દેખો લાલા હમ બાગી હૈ, બિઝનેસમૈન નહીં, સાલા દેશ કે લિયે દોડે કિસીને નહીં પૂછા અભી બાગી બન ગયે તો સભી નામ જાપ રહે હૈ… આ કમાલ માત્ર તિગ્માંશુ ધુલિયાની નહીં, પણ સંજય ચૌહાણની પણ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments