Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. જેના કારણે ખેલૈયાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ભલે પાર્ટી પ્લોટમાં ગરબા નહીં રમી શકાય પરંતું શેરીઓમાં ધામધૂમથી નવરાત્રિ ઉજવી શકાશે. જો કે નવરાત્રિને લઈને ગઈકાલે જ સરકારે જાહેરનામું બહાર પાડીને નવરાત્રિમાં અનુસરવાના નિયમોની યાદી જાહેર કરી દીધી છે. જે મુજબ ગરબા અને દુર્ગાપૂજા, શરદ પૂર્ણિમા, દશેરા જેવા તહેવારોની ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇશે. તમામ સ્થળે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી માટે તમામ પોલીસ કમિશનર, કલેક્ટર અને એસપીને સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી પ્રેમવીર સિંઘે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતું કે, જયાં પણ સોસાયટીમાં ગરબા રમવામાં આવશે ત્યાં પોલીસની ટીમ હાજર રહેશે. આવતા મહિને ગુજરાતમાં સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિ થવા જઈ રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સીપીએ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નવરાત્રિ દરમિયાન જે છૂટછાટ આપવામા આવી છે તેના પર સ્થાનિક પોલીસ સહિત શહેર ક્રાઇમ બ્રાન્ચની પણ બાઝ નજર રહેશે.
ગરબા રમનાર દેરક વ્યક્તિએ કોરોનાની ગાઈડ લાઈનનું પણ પાલન કરવાનું રહેશે. જે સોસાયટીમાં ગરબા યોજાશે ત્યાં સ્થાનિક પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ તૈનાત કરવામાં આવશે. દરેકે દરેક વ્યક્તિ પર નજર રાખવા ઉપરાંત વેક્સિનેશનના મુદ્દે પણ ધ્યાન આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આ વખતે કેટલાક હિન્દુત્વ વાદી સંગઠનો દ્વારા પણ લઘુમતીના યુવકો મુદ્દે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જેના કારણે કોઈ ઘર્ષણ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ સતર્ક છે.

મહત્વનું છે કે, આ વખતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર ક્યાંય પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ કે અન્ય કોઇ જાહેર સ્થળ પર ગરબાનું આયોજન થવાનું નથી. તેવામાં દરેક શેરીઓમાં જ ગરબાનું આયોજન થશે. તેવામાં કોઇ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પહેલાથી જ તૈયારીઓ આરંભી દીધી છે. આવી ઘટનાઓ નિવારવા માટે અત્યારથી જ પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દીધી છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી અન્ય છૂટછાટની વાત કરીએ તો, જીમ 75 ટકા કેપેસિટી સાથે ચાલું રહી શકશે. પબ્લિક અને પ્રાઇવેટ નોન એસી બસ 100 ટકા મુસાફરો બેસાડી શકશે જ્યારે એસી બસ 75 ટકા મુસાફરો સાથે ચલાવી શકાશે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના ચાલુ રાખી શકાશે. સિનેમાગૃહ, થિએટર, ઓડીટોરીયમ, મનોરંજક સ્થળો 60 ટકા કેપેસિટીમાં ચાલુ રહી શકશે. વોટર પાર્ક અને સ્વીમીંગ પુલ 75 ટકા કેપેસિટીથી ચાલુ રાખી શકાશે.

સિનેમાહૉલ, વૉટરપાર્ક સહિત તમામ સેવાના માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને તેમના સ્ટાફ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે. સરકારે જો કે હજુ સ્પા ચાલુ કરવાની મંજૂરી આપી નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત