HomeતાપણુંVIDEO: કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર્યા શું કામ?

VIDEO: કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર્યા શું કામ?

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘમસાણ મારપીટ થઈ ગઈ હતી. મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આરોપ લાગ્યો છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીજેપીની સાંસદ સંગમલાલ ગુપ્તા અને બીજેપી કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર્યા. સાંસદ સંગમલાલ ગુપ્તાની ગાડીનો પણ કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ કલાકો સુધી અફરા તફરી મચી ગઈ હતી. બાદમાં પોલીસે આવી સ્થિતિને થાડે પાડી હતી.

આ સમગ્ર ઘટના પ્રતાપગઢના સાંગીપુર બ્લોકની છે. આ બ્લોકમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં પહેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારી, રામપુર ખાસ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રમોદ તિવારીની પુત્રી આરાધના મિશ્રાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ બંને નેતાઓને બે વાગ્યાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્રણ વાગ્યે સાંસદ સંગમલાલ ગુપ્તાને પણ બોલાવવામાં આવ્યા હતા.

rps baby world

રિપોર્ટના જણાવ્યા અનુસાર, પ્રમોદ તિવારી અને આરાધના મિશ્રાના નીકળતા પહેલા જ સંગમલાલ ગુપ્તા પોતાના સમર્થકોની સાથે પહોંચી ગયા હતા. અહીં કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તા આમને-સામને નારેબાજી કરવા લાગ્યા હતા. જોતજોતામાં નારેબાજી હાથાપાઈમાં તબ્દિલ થઈ ગઈ. આરોપ લાગ્યો છે કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ વધારે સંખ્યામાં હોવાથી ભાજપના કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર્યા હતા. દંગલ ચાલી રહ્યું હતું અને ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રમોદ તિવારીએ પોલીસ સમક્ષ ભાજપના કાર્યકર્તાઓની ફરિયાદ કરી હતી. તો બીજી બાજુ સંગમલાલ ગુપ્તાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો કે, ‘સાંગીપુરમાં સરકારી કાર્યક્રમ હતો. હું ત્યાં મારા કાર્યકર્તાઓની સાથે ગયો હતો. મેં ત્યાં જોયું તો મંચ પર 50થી 60 લોકો બેઠા હતા. તેઓ પહેલાથી જ હુમલાની યોજના બનાવેલા હતા. તેમણે સાંગીપુર ઈન્સ્પેક્ટરને માર્યો. મેં પૂછ્યું, આ શા માટે થઈ રહ્યું છે? તો મારા પર હુમલો કરી દીધો. મને ઈજા પહોંચી છે. મારી ગાડીને પણ તોડી નાખી. કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર્યા.’

આ સમગ્ર હુમલામાં બીજેપીના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ઠરી જતા દિવા જેવી છે અને હતાશામાં આવી હિંસક ઘટનાઓ કરી રહી છે. જોકે આવી ઘટનાઓને અમે સહન નહીં કરીશું અને પ્રશાસન પાસેથી અપેક્ષા કરીએ છીએ કે કઠોરમાં કઠોર કાર્યવાહી કરે.’

આ સમગ્ર દંગલકાંડમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટર પર ટ્વીટ કરતાં કહ્યું કે, ‘બીજેપીની સરકારમાં જે રીતે ખુલ્લેઆમ હિંસાને પ્રોત્સાહન અને સંરક્ષણ દેવામાં આવ્યું છે, તેનો ભોગવટો હવે તેના જ સાંસદો અને ધારાસભ્યોને કરવો પડી રહ્યો છે. આ લોકો તેમના જનપ્રતિનિધિઓને સુદ્ધાં સંરક્ષણ નથી આપી શકતા. ઉત્તર પ્રદેશ બીજેપી સરકારમાં કાયદો અને વ્યવસ્થા જ ફરાર છે. જનઆક્રોશનું હિંસક હોવું સારું નથી હોતું.’

rps baby world

આ અંગે પોલીસને હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. જો ફરિયાદ મળશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તેવું સાંગીપુર પોલીસ મથકનું કહેવું છે. વધુમાં તેમણે કહ્યું કે, સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્દેશ મળ્યા નથી. પોલીસની પ્રથમ પ્રાથમિકતા શાંતિ અને વ્યવસ્થાને કાયમ રાખવાની છે. જે કાયમ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments