Team Chabuk-International Desk: જર્મનીમાં આજે થનારા મતદાનથી દેશમાં 16 વર્ષ બાદ ચાન્સલેર એન્ગેલા માર્કેલના નેતૃત્વમાં યુરોપીય સંઘની સૌથી વધારે વસતિ ધરાવતા દેશની દિશા નક્કી કરશે. તેમની પાર્ટી વામપંથી પ્રતિદ્વંદ્વીઓના આક્રામક પ્રચારથી બચવા માટે એનકેન પ્રયાસ કરતી જોવા મળી રહી છે. બીજી બાજુ પર્યાવરણવિદ ગ્રીન્સે પણ સત્તાના એક ભાગ પર ડોળો માંડીને રાખેલો છે. એવામાં ચૂંટણી પહેલા થયેલી ચર્ચામાં તમામ દળ અંતિમ વખત એકબીજાનો આમનો-સામનો કરશે.

8.5 કરોડની વસતિ ધરાવતા દેશમાં આશરે 6.04 કરોડ લોકો નવી સંસંદની ચૂંટણી કરશે. નવી સંસંદમાં જ નક્કી થશે કે સરકારનો આગામી પ્રમુખ કોણ હશે. હાલમાં જ થયેલ સ્થાનિક ચૂંટણીમાં મર્કેલની પાર્ટીને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જેથી આ વખતે તેમને મતદાતાઓની વચ્ચે સૌથી વધારે વિશ્વાસ બનાવી રાખવો પડશે.

આ વચ્ચે ટીવી પર થયેલી અંતિમ ચર્ચામાં ચાન્સલર પદના ઉમેદવારોમાં ગ્રીન્સ પાર્ટીની અનાલેના બેયરબૉક, સોશલ ડેમોક્રેટિક પાર્ટીની ઓલાફા શૉલ્ત્સ અને ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પાર્ટીની આર્મિન લાશેટ સામેલ છે. સીએસયૂ નેતા, જેણે ખૂદને ચાન્સલેર ઉમેદવાર તરીકે રાખ્યા છે, એ લાશેટની ટીમમાં પણ જોડાઈ શકે છે. જેમનું ચૂંટણી અભિયાન પહેલાથી જ ડામાડોળ ચાલી રહ્યું છે.

અંતિમ ઓપિનિયન પોલ પ્રમાણે ચૂંટણી પરિણામો વિશે સ્પષ્ટ રૂપથી કશું કહી શકાય તેમ નથી. પરિણામ બાદ સંભવિત ગઠબંધન પર પણ ઘણી અનિશ્ચિતતા હાલ પ્રવર્તી રહેલી છે. ટીવી ચેનલ જેડડીએફની તરફથી ગુરૂવારના રોજ આવેલા નવા આંકડાઓમાં એસીપીડી 25 ટકા મતોની સાથે સૌથી આગળ છે. સીડીયુ/સીએસયુ 23 ટકાની સાથે થોડા પાછળ ચાલી રહ્યા છે. ગ્રીન્સ 16.5 ટકા મતની સાથે ત્રીજા નંબર પર છે. એ પછી એફપીડી 11 ટકા, એએફડી 10 ટકા અને લેફ્ટ પાર્ટીઓને 6 ટકા મત મળી રહ્યા છે. સ્પષ્ટ સંકેત છે કે પાર્ટીઓને સમજૂતી તો કરવી જ પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત