Homeગુર્જર નગરીનવા મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે સાંજે બેઠક, આ આગેવાનો રહેશે...

નવા મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે સાંજે બેઠક, આ આગેવાનો રહેશે હાજર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજના પ્રભુત્વને ધ્યાને રાખીને પાટીદાર મુખ્યમંત્રીની વરણી થયા બાદ આજે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે પાટીદાર સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા જ પાટીદાર સમાજ સક્રિય થયો છે. જેને લઈને આજે સાંજે પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે બેઠક કરશે.

મળતી માહિતી પ્રમાણે પાટીદાર મુખ્યમંત્રી બન્યા બાદ પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનોમાં ભાજપ પાસે જે માગણી હતી તે સંતોષાઈ હોય તેવું લાગી રહ્યું છે. જેથી આજે પાટીદાર સમાજની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યે પાટીદાર સમાજની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ગાંધીનગર સ્થિત સીએમ હાઉસ ખાતે બેઠક મળશે.

rps baby world

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત પાટીદાર સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળશે. લેઉવા અને કડવા પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો આ બેઠકમાં જોડાશે. બેઠકમાં પાટીદાર સમાજમાં અત્યાર સુધી મળેલી બેઠકોના સંદર્ભે વાતચીત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ ઉપરાંત આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ મળે તે અંગે પણ ચર્ચાઓ થાય તેવી ચર્ચાઓ છે. એક પ્રકારે પાટીદાર મુખ્યમંત્રી બન્યા બાદ પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનો ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવવા માટે જતાં હોય તેવી પણ વાત સામે આવી છે.

બેઠકમાં આ આગેવાનો રહેશે ઉપસ્થિત

નરેશભાઈ પટેલ- શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ

મણીભાઈ (મમ્મી) પટેલ- ઊંઝા ઉમિયાધામ

બાબુ જમના પટેલ

જયરામ પટેલ- સિદસર ઉમિયાધામ

દિલીપ નેતા- ઊંઝા ઉમિયાધામ

વાસુદેવ પટેલ- સોલા ઉમિયા કેમ્પસ

રમેશભાઈ દુધવાળા- સોલા ઉમિયા કેમ્પસ

દિનેશભાઈ કુંભાણી- શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments