Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ગુલાબ વાવાઝોડીની અસર વર્તાઈ રહી છે. મધ્યરાત્રિથી જ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુલાબ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર પંથકમાં પણ જોવા મળી રહી છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. બન્ને જિલ્લાના 15 તાલુકામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળતાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં રહેલા મોટાભાગના ડેમ પણ વરસાદના કારણે ભરાય ગયા છે.

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ભાદરવા મહિનામાં અષાઢ મહિના જેવો માહોલ જામ્યો છે. મોડીરાતથી બન્ને જિલ્લાના તમામ 15 તાલુકામાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું આગમન થયું હતું.. મેઘરાજાએ ઘીમી પણ ઘીગી ધારે હેત વરસાવવાનું શરૂ કરેલ જે આજે સવારથી પણ અવિરત ચાલુ હતુ. અમુક તાલુકામાં ઘોઘમાર તો અમુકમાં ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો હતો. તો આજે સવારથી બન્ને જિલ્લાના આકાશમાં ઘટાટોપ વાદળોની સાથે વરસાદી મહોલ સર્જાયો હતો. સતત વરસી રહેલા ઘીમી ધારના વરસાદના પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઈ છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ (ગત રાત 2 વાગ્યાથી આજ સવારે 10 વાગ્યા સુધી)
| જૂનાગઢ | 53 મી.મી. |
| કેશોદ | 22 મી.મી. |
| ભેસાણ | 59 મી.મી. |
| મેંદરડા | 52 મી.મી. |
| માંગરોળ | 33 મી.મી. |
| માણાવદર | 31 મી.મી |
| માળીયા હાટીના | 63 મી.મી. |
| વંથલી | 35 મી.મી. |
| વિસાવદર | 60 મી.મી. |
| વેરાવળ | 40 મી.મી. |
| સુત્રાપાડા | 35 મી.મી. |
| તાલાલા | 25 મી.મી. |
| કોડીનાર | 30 મી.મી. |
| ગીર ગઢડા | 62 મી.મી. |
| ઊના | 50 મી.મી. |
બન્ને જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત ઘીમી ઘારે વરસી રહેલા વરસાદના પગલે મોટાભાગના જળાશયો, ડેમો ઓવરફલો થઈ ગયા હોવાથી મોટાભાગના ડેમોના એક-એક દરવાજા ખોલવા પડી રહ્યા છે. જયારે અનેક નદી-નાળાઓમાં ફરી નવા નીરની ધીંગી આવક શરૂ થતા બે કાંઠે વહેતી જોવા મળતી હતી. જૂનાગઢ જિલ્લામાં 10 ડેમો 100 ટકા ભરાય ગયા હોવાનું તંત્ર પાસેથી જાણવા મળ્યું છે. સતત વરસી રહેલા વરસાદના કારણ હવે ખેતરમાં રહેલા ઉભા પાકોને નુકસાન પહોચવાને લઈ ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

ગુલાબ વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદની સાથે પવન ફૂંકાવાની પણ આગાહી છે. ત્યારે સલામતીના ભાગરૂપે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ના ખેડવા માટે સાવચેત કરવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત