Homeદે ઘુમા કેદિલ્હી તરફથી રમતા ઋષભ પંતે વીરેન્દ્ર સહેવાગનો આ કિર્તીમાન તોડી નાખ્યો

દિલ્હી તરફથી રમતા ઋષભ પંતે વીરેન્દ્ર સહેવાગનો આ કિર્તીમાન તોડી નાખ્યો

Team Chabuk-Sports Desk: ઋષભ પંતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ના આઈપીએલના 41માં મેચમાં કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શારજાહમાં ડીસી અને કેકેઆર વચ્ચે યોજાયેલા મેચમાં પંતે એક વિકેટ કિપર તરીકે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણ હજાર રન પૂર્ણ કર્યા છે. ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણ હજાર રન પૂર્ણ કરવાની સાથે સાથે તેણે દિલ્હી માટે પણ એક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. પંત આઈપીએલમાં દિલ્હી માટે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. હવે દિલ્હીના જ પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગથી તે આગળ નીકળી ગયો છે.

rps baby world

પંતના નામે હવે આઈપીએલમાં 2385 રન થઈ ગયા છે. આ પહેલા દિલ્હી તરફથી જ રમતા વીરેન્દ્ર સહેવાગના નામે 2382 રન હતા. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર શ્રેયસ ઐય્યર છે. ઐય્યરે દિલ્હી માટે અત્યાર સુધીમાં 2291 રન બનાવ્યા છે. 1933 રનની સાથે શિખર ધવન ચોથા ક્રમાંકે છે અને 1456 રનની સાથે ડેવિડ વોર્નર પાંચમાં સ્થાન પર છે.

rps baby world

ઓવરઓલ ટી ટ્વેન્ટીની જો વાત કરવામાં આવે તો પંત પહેલા જ ત્રણ હજાર રન પૂર્ણ કરી ચૂક્યો છે. પણ તેમાંથી કેટલાક રન તેણે ફક્ત બેટ્સમેન તરીકે બનાવ્યા છે. વર્ષ 2017થી 2019ની વચ્ચે પંતે ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલની 12 મેચ એવી રમી છે કે તેમાં તે વિકેટ કિપરની ભૂમિકામાં નથી રહ્યો. ફક્ત બેટ્સમેન તરીકે પંતના નામે 213 રન બોલી રહ્યા છે.

rps baby world

વાત જો મેચની કરવામાં આવે તો, આ મેચમાં કેકેઆરએ પ્રથમ ટોસ જીતી દિલ્હીની ટીમને પહેલા બેટીંગ માટે આમંત્રિત કરી હતી. પીચ ધીમી હોવાના કારણે દિલ્હીની ટીમ 20 ઓવરમાં 127નો સામાન્ય સ્કોર જ બનાવી શકી હતી. પૃથ્વી શૉની જગ્યાએ ટીમમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને કેપ્ટન ઋષભ પંતે 39-39ની સહયારી પણ મહત્વની ઈનિંગ રમી હતી.

rps baby world

સામે કેકેઆરની ટીમને પણ સ્લો પીચના કારણે દિલ્હીની ટીમ જેવી જ અડચણો આડી આવી હતી. આમ છતાં સાતત્યપૂર્ણ પ્રદર્શનના સહારે કેકેઆરની ટીમે 19મી ઓવરમાં મેચ પોતાના નામે કરી લીધો હતો. કેકેઆરએ દિલ્હીને ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. હવે કેકેઆરના અગિયાર મેચમાં દસ પોંઈન્ટ થઈ ગયા છે. પોંઈન્ટ ટેબલમાં કોલકાતા ચોથા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર ચૈન્નઈ સુપરકિંગ્સ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments