Homeગુર્જર નગરીબજાજ પલ્સર 250 લોન્ચિંગની તૈયારી, “પલ્સર લવરે કહ્યું, પેટ્રોલની ટાંકીમાં પાણી ન...

બજાજ પલ્સર 250 લોન્ચિંગની તૈયારી, “પલ્સર લવરે કહ્યું, પેટ્રોલની ટાંકીમાં પાણી ન જાય તો સારું !”

Team Chabuk-National Desk: તહેવારોની સીઝન નજીક આવી રહી છે જેને લઈને બજારમાં વાહનોની ખરીદીની માગ વધવાની સંભાવના છે. ત્યારે દેશની જાણીતી વાહન નિર્માતા કંપની બજાજ ઓટોએ પણ ભારતમાં પોતાની નવી બાઈક ઉતારવાની તૈયારી કરી લીધી છે. બજાજ કેટલીક નવી બાઈક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં બજાજની નવી લાઇનઅપમાં નવી પલ્સર 250 મોટરસાઇકલ સામેલ થશે. કંપની તેની નવી પલ્સર 250નું ટેસ્ટિંગ કરી રહી છે અને આ બજાજના લાઈનઅપનું સૌથી મોટું મોડલ હશે. માર્કેટમાં પલ્સર 150 અને 220 પહેલાંથી ઉપલબ્ધ છે.

rps-baby-world-1

લીક થયેલી કેટલીક તસીવીરોમાં દાવો કરાયો છે કે, પલ્સર એક સેમી-ફેયર્ડ ડિઝાઈન સાથે માર્કેટમાં લોન્ચ થશે.  તેમાં મિડ સાઇડ ફ્રન્ટ ફેયરિંગ, પ્રોજેક્ટર હેડલેમ્પ, એલોય વ્હીલ્સ અને મોનોશોક રિઅર સસ્પેન્શન મળી શકે છે. રિપોર્ટ અનુસાર, નવી પલ્સર 250 બાઇક સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી શકે છે. બજાજ ઓટો વર્તમાન મોડલ્સમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલ પેરિમીટર ફ્રેમને આમા સમાવી ન શકે પરંતુ તેના બદલે વધુ કઠોર અને હળવો વિકલ્પ પસંદ કરી શકે છે.

મળતી માહિતી અનુસાર આ બાઈકમાં કંપી 250 સીસી ઓઇલ-કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન આપી શકે છે અને ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ કોન્સટેંટ અને ટ્રાન્સમિશન સામેલ હોઈ શકે છે. આ એન્જિન લગભગ 28 PS પાવર અને 20 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. જો કે, કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે એન્જિનની વિગતો વિશે કોઈ માહિતી શેર કરી નથી. આ નવી પલ્સરની કિંમતો અંગે પણ અટકળો વહેતી થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, પલ્સર 250ની કિંમત 2 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

rps-baby-world-1

બીજી તરફ પલ્સર લવર આ નવા મોડલને લઈને ઉત્સુક છે. જો કે, તેઓ તેવું પણ માની રહ્યા છે કે, બજાજ પલ્સરના અન્ય મોડલની જેમ આ મોડલમાં પેટ્રોલની ટાંકીમાં પાણી ન ઘૂસવું જોઈએ. કંપનીએ આ ખામી દૂર કરી હશે. તેમણે કહ્યું કે, પલ્સર 150માં આ સમસ્યા પલ્સર લવર માટે માથાનો દુઃખાવો બની છે. પેટ્રોલની ટાંકીને વરસાદના પાણીથી બચાવવા માટે તેના પર એક્સ્ટ્રા કવર લગાવવું પડી રહ્યું છે જેનાથી પલ્સરનો લૂક બહું ખરાબ થઈ જાય છે.

ટીમ ચાબુકે આ મુદ્દે અમદાવાદના ગેરેજવાળા ભાઈ સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે, બજાજની મોટા ભાગની બાઈકમાં આ સમસ્યા છે. જ્યારે બહું વધુ વરસાદ હોય ત્યારે ટાંકીમાં જે પાણી બહાર નીકળવાનો હોલ છે ત્યાંથી બહું ધીમી ગતિથી પાણી બહાર નીકળે છે. જેના કારણે ટાંકીમાં પાણી જવાની સંભાવના વધી જાય છે. જે પાણી પેટ્રોલમાં ભળી જાય છે અને બાઈક ખરાબ થાય છે. તેમણે કહ્યું કે, આ સમસ્યા પલ્સર 150, પલ્સર 180 અને પલ્સર 220માં પણ છે. તેમણે પોતે આ વરસાદની સિઝનમાં સેંકડો પલ્સરમાં આવા કવર લગાવ્યા છે.

rps-baby-world-1

ઉલ્લેખનીય છે કે, નવી પલ્સર 250 ઉપરાંત બજાજ ઓટો આ વર્ષના અંતમાં ભારતમાં નવી જનરેશન KTM RC રેન્જના લોન્ચિંગ માટે પણ તૈયાર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments