Homeગુર્જર નગરીઆરોપ: મંદિર પરિસરમાં રમી રહેલી 6 વર્ષની બાળકી સાથે ભિક્ષુકે દુષ્કર્મ આચર્યું

આરોપ: મંદિર પરિસરમાં રમી રહેલી 6 વર્ષની બાળકી સાથે ભિક્ષુકે દુષ્કર્મ આચર્યું

Team Chabuk-Gujarat Desk:  ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ગુલરિહા વિસ્તારમાં આવેલા એક ગામમાં બપોરના સમયે મંદિર પરિસરમાં રમી રહેલી એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની. 65 વર્ષીય ભિક્ષુક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે.

rps-baby-world-1

દાવો છે કે, બાળકી સાથે અડપલાં કરી રહેલાં ભિક્ષુકને બાળકીના પરિવારે જ ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેને પોલીસને સોંપી દીધો હતો. બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભિક્ષુક પર દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો  નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ બાળકી ગામના મંદિરના પરિસરમાં બપોરના સમયે રમી રહી હતી. જ્યાં પાદરીબજારમાં રહતો રામસુભગ નામનો એક ભિક્ષુક ભીખ માંગવા આવ્યો. દાવો છે કે, આ ભિક્ષુક રોજ અહીં ભીખ માગવા આવતો હતો. આરોપ છે કે, આ દરમિયાન તેણે બાળકીને પોતાની પાસે બોલાવી અને તેની સાથે અશ્લીલ હરકત કરવા લાગ્યો. આ દરમિયાન બાળકી ડરી જતાં તેણે બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. તો આરોપી ભિક્ષુકે તેને જોરદાર તમાચો ફટકારી દીધો.

rps-baby-world-1

ભિક્ષુકની આ હરકતો ગામનો એક યુવક જોઈ રહ્યો હતો. જેથી આ અંગે તેણે નજીકમાં જ રહેતાં બાળકીના પરિવારને તાત્કાલિક જાણ કરી હતી જેથી બાળકીના પરિવારના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા  અને આરોપીને ઝડપી તેની ધોલાઈ કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

rps-baby-world-1

આ સમગ્ર મુદ્દે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિત બાળકીના પિતાની ફરિયાદના આધારે આરોપી ભિક્ષુક પર પોક્સો અને દુષ્કર્મની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ બાળકીની મેડિકલ તપાસ સહિતની વધુ કાર્યવાહી ચાલું છે.હાલ તો ભિક્ષુકના સ્વાંગમાં આવેલો હવસખોર રાક્ષસ જેલના સળિયા ગણતો થયો છે. આગામી સમયમાં તે દોષિત ઠરશે તો વધુ સજા થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments