Homeગુર્જર નગરીકડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં સતત વધારો: મહી બજાજ સાગર ડેમમાંથી...

કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં સતત વધારો: મહી બજાજ સાગર ડેમમાંથી ૧૮૨૬૪ ક્યુસેક પાણીની આવક

Team Chabuk-Gujarat Desk: કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમમાંથી ૧૮૨૬૪ ક્યુસેક સહિત ડેમમાં કુલ ૩૪,૭૮૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કડાણા બંધનું આજે ચાર વાગ્યા સુધીનું લેવલ ૪૧૮.૦૧ ફુટ થયું છે. ક્ડાણા જળાશયની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ છે. જેથી જળાશય ૯૭.૭૧ ટકાથી વધુ ભરાયું છે. 

rps-baby-world-1

હાલમાં ડેમમાંથી પાવર હાઉસના ૩ યુનિટ મારફત ૧૫૯૦૦ ક્યુસેક,  કડાણા ડાબા કાંઠા મુખ્ય નહેરમાં ૧૦૦ ક્યુસેક, સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ મારફત ૫૦૦ ક્યુસેક અને વધારાના છલતી બંધ મારફત બે દરવાજા ચાર ફૂટ ખોલી ૧૩,૪૦૦ ક્યુસેક સહિત કુલ ૨૯,૯૦૦  ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો ૪૩,૧૧૦ એમ.સી.એફ.ટી છે. કડાણા જળાશય ભરાતા મહીસાગર, ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments