Homeગુર્જર નગરીહળવદઃ વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવી ફોટો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી...

હળવદઃ વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવી ફોટો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારનાર બેની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયાના ગંભીર પરિણામો અનેક લોકો ભોગવી રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ દરરોજ સામે આવે છે જેમાં સોશિયલ મીડિયાના કારણે મુશ્કેલી ઉભી થતી જોવા મળે છે. ત્યારે મોરબીના હળવદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મિત્રતા કરવાના નામે એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટનામાં બે શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓએ વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવી અને બાદમાં તેના બિભત્સ વીડિયો અને ફોટા લઈ વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પોલીસે સગીરાની ફરિયાદના આધારે બે શખ્સોની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.  બનાવની વિગતે વાત કરીએ તો, હળવદની સગીરા સાથે મિત્રતા કેળવી સગીરાને ફોસલાવી જયેશ અને મેહુલ નામના બે શખ્સોએ બીભત્સ ફોટા અને વીડિયો શુટીંગ ઉતારી લીધા હતા. ત્યાર બાદ આ બીભત્સ ફોટા, વીડિઓ વાઇરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી હતી. આ ઉપરાંત સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી બન્ને શખ્સોએ  સગીરાની મજબૂરીનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ ઘટના અંગે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી હળવદના ખારીવાવડીમા વિસ્તારમાં રહેતા આરોપી જયેશ ચંદુભાઇ કણઝરીયા અને મેહુલ સવજીભાઈ હડીયલ બન્ને રહે.ગોરી દરવાજા વાળાને પોલીસ ઝડપી લીધા છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ બંને શખ્સોએ સગીરાને બીભત્સ ફોટા, વીડિઓ વાઇરલ કરવાની ધમકી આપી હતી. જોકે, ફરિયાદ મુજબ આ શખ્સો છેલ્લા એક વર્ષથી સગીરા સાથે દુષ્કર્મ ગુજારી રહ્યા હતા. એક સાથે બે બે શખ્સોએ વિદ્યાર્થિનીને પીંખી નાખતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઘટના બાદ બંને આરોપીને ઝડપી પાડી બન્ને આરોપીના ટેસ્ટ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડી હળવદ પીઆઇ પી. એ. દેકાવાડીયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments