Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયાના ગંભીર પરિણામો અનેક લોકો ભોગવી રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ દરરોજ સામે આવે છે જેમાં સોશિયલ મીડિયાના કારણે મુશ્કેલી ઉભી થતી જોવા મળે છે. ત્યારે મોરબીના હળવદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મિત્રતા કરવાના નામે એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટનામાં બે શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓએ વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવી અને બાદમાં તેના બિભત્સ વીડિયો અને ફોટા લઈ વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસે સગીરાની ફરિયાદના આધારે બે શખ્સોની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. બનાવની વિગતે વાત કરીએ તો, હળવદની સગીરા સાથે મિત્રતા કેળવી સગીરાને ફોસલાવી જયેશ અને મેહુલ નામના બે શખ્સોએ બીભત્સ ફોટા અને વીડિયો શુટીંગ ઉતારી લીધા હતા. ત્યાર બાદ આ બીભત્સ ફોટા, વીડિઓ વાઇરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી હતી. આ ઉપરાંત સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી બન્ને શખ્સોએ સગીરાની મજબૂરીનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ ઘટના અંગે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી હળવદના ખારીવાવડીમા વિસ્તારમાં રહેતા આરોપી જયેશ ચંદુભાઇ કણઝરીયા અને મેહુલ સવજીભાઈ હડીયલ બન્ને રહે.ગોરી દરવાજા વાળાને પોલીસ ઝડપી લીધા છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ બંને શખ્સોએ સગીરાને બીભત્સ ફોટા, વીડિઓ વાઇરલ કરવાની ધમકી આપી હતી. જોકે, ફરિયાદ મુજબ આ શખ્સો છેલ્લા એક વર્ષથી સગીરા સાથે દુષ્કર્મ ગુજારી રહ્યા હતા. એક સાથે બે બે શખ્સોએ વિદ્યાર્થિનીને પીંખી નાખતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઘટના બાદ બંને આરોપીને ઝડપી પાડી બન્ને આરોપીના ટેસ્ટ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડી હળવદ પીઆઇ પી. એ. દેકાવાડીયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત