Team Chabuk-Cinema Desk: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. તેની સાથે બે અન્ય લોકો અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામની બે ઓક્ટોબરના રોજ ક્રૂઝમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે આ ઘટના સંલગ્ન જ અભિનેતા સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા આવી છે.

સુનીલ શેટ્ટીની આ પ્રતિક્રિયા આર્યન અને અન્ય લોકોની ધરપકડ પહેલા આવી હતી, તેઓ કહે છે, ‘હું એ કહેવા માગુ છું કે જ્યાં જ્યાં દરોડા પડે છે ત્યાં ઘણા લોકો પકડાય છે, અને આપણે માનીને ચાલીએ છીએ કે આ બાળકે ડ્રગ્સનું સેવન કર્યું હશે કે આ છોકરાએ તેવી પ્રતિક્રિયાઓ શરૂ થઈ જાય છે. છોકરાને શ્વાસ તો લેવા દો… હંમેશાં બોલિવુડ પર… જ્યારે અમારા ઉદ્યોગજગતમાં કંઈ પણ થાય છે તો દરેક વસ્તુ પર મીડિયા તૂટી પડે છે. દરેકને એવું સમજે છે કે એ એવો જ હશે. બાળકને એક તક આપો. સત્ય સામે આવવા દો. બાળક છે, તેનું ધ્યાન રાખવું આપણી જવાબદારી છે.’

જ્યારે આર્યનને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, એ પાર્ટીમાં તેના નામ પર કેટલાય લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં હાજર કેટલીક છોકરીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જે વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. શાહરૂખ ખાન પણ ફિલ્મ પઠાનના શૂટિંગમાં વ્યસ્ત હતો. તેનું શૂટિંગ શેડ્યુલ સ્પેનમાં હતું. જે તેણે કેન્સ કરી નાખ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત