Homeગુર્જર નગરીAMCએ એવો ક્યો નિર્ણય લઈ લીધો કે હવે નાગરિકોને વેક્સિન લીધા વગર...

AMCએ એવો ક્યો નિર્ણય લઈ લીધો કે હવે નાગરિકોને વેક્સિન લીધા વગર નહીં ચાલે

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં હવે વેક્સિનનો એક પણ ડોઝ લીધા વગર ફરતાં લોકોની મુશ્કેલી વધી શકે છે. અમદાવાદમાં હવે શોપિંગ મોલ, થિયેટર , કલબ ,કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ આપવામાં નહીં આવે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે કે,  આવા સ્થળોએ જે પણ વ્યક્તિએ બંને ડોઝ અથવા પહેલો ડોઝ લીધેલો હશે તો જ પ્રવેશ મળશે. આ ઉપરાંત બીજા ડોઝ લેવાની તારીખ પૂર્ણ થઈ ગઈ હોય છતાં વેક્સિન નહી લીધી હોય તો પ્રવેશ નહીં મળે.

rps-baby-world-1

AMC દ્વારા અમલમાં મુકવામાં આવેલા નિર્ણય અનુસાર વેક્સિનેશન ઝુંબેશને વધુ વેગ મળી રહે તેમજ શહેરના તમામ નાગરિકોને 100 ટકા પ્રથમ ડોઝ મળી રહે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી આગામી સમયમાં વેક્સિનેશનને વધુ વેગ મળશે અને હજુ સુધી વેક્સિન ન લેનારા લોકો પણ વેક્સિન લેશે.

અમદાવાદમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોના 100 ટકા રસિકરણ માટે પણ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ ખૂબ ઝડપી કામગીરી કરી રહ્યું છે.  તમામ વ્યક્તિઓને 100 પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત બી.આર.ટી.એસ, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ સહિતની કોર્પોશનની બિલ્ડિંગમાં પ્રવેશ મેળવવા વેક્સિન ફરજિયાત કરાઈ છે.

advertisement-1

અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 66,84,515 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. જેમા 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 22,04,736 લોકોએ બંને ડોઝ લીધા છે. એટલે કે શહેરમાં કોવિડ-19 વેક્સિનેશનનો પ્રથમ ડોઝ 97% નાગરિકોને અને બીજો ડોઝ 49% નાગરિકોને આપવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments