Homeદે ઘુમા કેટી-20 વર્લ્ડ કપ 2021: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન કંપનીઓ 10 સેકન્ડની...

ટી-20 વર્લ્ડ કપ 2021: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન કંપનીઓ 10 સેકન્ડની જાહેરાતના ખર્ચશે અધધધ રૂપિયા

Team Chabuk-Gujarat Desk: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ક્રિકેટપ્રેમીઓના હ્રદયના ધબકારા સાથે પ્રસારણ કંપનીઓના ખિસ્સાનું વજન પણ વધશે. ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં થનારા આ જંગ મુદ્દે બજાર પણ ગરમ છે. એટલે કે મોટી મોટી કંપનીઓ દર્શકો સમક્ષ પોતાની બ્રાન્ડનું નામ લાવવા માટે પ્રતિ સેકન્ડના ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા આપવા તૈયાર છે. આ રકમ અગાઉના વર્ષો કરતા ત્રણથી ચાર ગણી વધારે છે.

સૂત્રોનું માનીએ તો આ વખતે આ વખતે ICC ટી-20 વર્લ્ડ કપ મેચોનું પ્રસારણ કરતી સ્ટાર સ્પોર્ટ્સ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચ માટે કોઈ અલગ જાહેરાત સ્લોટ વેચી નથી રહી. જ્યારે પેકેજમાં તમામ જાહેરાત સ્લોટ 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપની તમામ ક્રિકેટ મેચ માટે બુક કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે વિજ્ઞાપનદાતા 10 સેકન્ડ માટે લગભગ 30થી 35 લાખ રૂપિયા ચૂકવી રહ્યા છે.

rps-baby-world-1

આ બજાર સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ વિશ્વકપની સૌથી મનપસંદ મેચોમાંની એક છે. હજારો દર્શકો તેને ટીવી, ડિજિટલ માધ્યમથી જુએ છે. આ મેચોના દર્શકો અન્ય મેચોની સરખામણીમાં ઘણા વધારે છે જેથી આ મેચ પણ જાહેરાત આપનારી કંપનીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નિષ્ણાતોના મતે ભારત-પાકિસ્તાન મેચ શરૂઆતથી જ બંને દેશના ક્રિકેટ પ્રેમીઓની પસંદગી રહી છે. બંને દેશોમાં વધી રહેલા તણાવને કારણે બંને ટીમોની મેચ ભાગ્યે જ જોવા મળે છે. જેથી વિજ્ઞાપનદાતાઓ માટે આવી મેચ ખૂબ ખર્ચાળ હોય છે. ક્યારેક એવું પણ બને છે કે, આ બે ટીમોની મેચોના જાહેરાત દર વર્લ્ડકપની ફાઈનલ મેચ કરતા પણ વધારે હોય છે. આઈસીસી વર્લ્ડ કપ 2019 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ટીવી પર સૌથી વધુ 273 મિલિયન દર્શકોએ જોઈ હતી. તેમાંથી 233 મિલિયન દર્શકો ભારતના હતા. આ સિવાય 5 કરોડ લોકોએ ડિજીટલ સ્વરૂપે મેચનો આનંદ માણ્યો હતો.

advertisement-1

17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાનારા 2021 આઈસીસી ટી-20 વર્લ્ડ કપ માટે ઓનલાઈન ટિકિટ વેચાણ પણ શરૂ થઈ ગયું છે. આ વખતે ટી 20 વર્લ્ડ કપમાં 45 મેચ રમાશે. આ વર્લ્ડ કપની મોટાભાગની મેચ યુએઈમાં દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે. આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા 24 ઓક્ટોબરે પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. વર્લ્ડ કપમાં ભારત તેની પ્રથમ મેચ હરીફ પાકિસ્તાન સામે રમશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments