Team Chabuk-Gujarat Desk: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મિત્રતાને લજવતો કિસ્સો બન્યો છે. અહીં મિત્રએ જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું છે. સારા પ્રસંગે જઈ રહેલા મિત્રને આંતરી મિત્રોએ તેના પર લાકડી અને ચપ્પા વડે હુમલો કર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ખાતાએ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

શનિવારની સવાર આ પરિવાર માટે આટલી ઘાતકી ઉગી નીકળશે, તેવું તો તેમણે સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય. દાણીલીમડામાં મુમતાઝબાનુ રફિકભાઈ શેખ તેમના પતિ અને પાંચ સંતાનોની સાથે રહે છે. શુક્રવારની રાતે નવ વાગ્યે કોઈ સારા પ્રસંગે જવાનું હોય તેમનો પુત્ર આરિફ ઘરેથી નીકળ્યો હતો. વહેલી સવારે આરીફના ભાઈ સલમાન પર કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, તેના ભાઈને કોઈએ દંડા અને ચપ્પુ વડે માર્યો છે અને અહીં લોહીથી લથબથ હાલતમાં પડ્યો છે.

પરિવાર દોડતો દોડતો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં ભેગા થયેલા લોકોએ જણાવ્યું હતું કે, તેમના પુત્રને અનસ પઠાણ અને મોહમ્મદ અયાન ઉર્ફે પાંડાએ છરી અને દંડા વડે ફટકારી માર માર્યો છે. સાહિલને લઈ જ્યારે પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા તો તબીબોએ સાહિલને મૃત ઘોષિત કર્યો હતો. થોડીવારમાં હોસ્પિટલના વાતાવરણમાં ગમગમીની પ્રસરી ગઈ હતી. હાલ પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત