Homeગામનાં ચોરેનિહંગ નારાયણસિંહે કબૂલ્યું, ‘મેં તેનો પગ કાપી નાખ્યો હતો.’

નિહંગ નારાયણસિંહે કબૂલ્યું, ‘મેં તેનો પગ કાપી નાખ્યો હતો.’

Team Chabuk-National Desk: સિંધુ બોર્ડર પર થયેલા જઘન્ય હત્યાકાંડમાં પોલીસે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં ચાર નિહંગ સરેન્ડર કરી ચૂક્યા છે. જેમાંથી સરબજીતસિંહે હત્યાના 15 કલાક બાદ શુક્રવારના રોજ સાંજે સિંધુ બોર્ડર પર આત્મસમર્પણ કરી દીધું હતું. ત્રણ નિહંગોએ શનિવારના રોજ સરેન્ડર કર્યું હતું. શનિવારના રોજ નારાયણસિંહે અમૃતસરમાં અને ભગવંતસિંહ અને ગોબિંદસિંહે સિંધુ બોર્ડર પર કુંડલી પોલીસની સામે સરેન્ડર કર્યું હતું. સોનીપતના એસપી જશનદીપ રંધાવાએ જણાવ્યું હતું કે, કુંડલી પોલીસ અને સોનીપત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શનિવાર રાતે જ બે નિહંગોની સોનીપત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવવા લઈ ગઈ હતી.

advertisement-1

ચાર નિહંગોમાંથી નારાયણસિંહ નામના નિહંગની તેના ગામમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. હત્યા બાદ નારાયણ પોલીસથી બચવા પોતાના ગામ પહોંચી ગયો હતો. 16 ઓક્ટોબરના રોજ અમરકોટ ગામથી નારાયણસિંહની પોલીસે ધરપકડ કરી હતી. આ અંગે અમૃતસરના એસપી રાકેશ કૌશલે મીડિયાને જણાવ્યું હતું કે, ‘અમે તેના ગામના ગુરૂદ્વારામાંથી તેની ધરપકડ કરી. જ્યારે તેને લાગ્યું કે તેના માટે બચવાનો કોઈ પણ માર્ગ નથી, તો તે બહાર આવી ગયો હતો. હરિયાણા પોલીસને જાણકારી આપી છે અને તેમની ટીમ સોનીપત રવાના થઈ ચૂકી છે. અમે કાયદાકીય રીતે તેને સોંપીશું. જો તેઓ નથી આવતા તો અમે અહીં તેની તપાસ કરીશું. નારાયણસિંહે કબૂલ્યું છે કે તેણે લખબીરની હત્યા કરી છે. તેનું કહેવું છે કે, જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેણે ગુરૂ ગ્રંથ સાહિબનું અપમાન કર્યું છે, તો એ ક્રોધિત થઈ ગયો અને તેનો પગ કાપી નાખ્યો. વધારે પ્રમાણમાં લોહી વહેવાથી તેનું નિધન થઈ ગયું.’

advertisement-1

બીજી બાજુ નારાયણસિંહનું એમ પણ કહેવું છે કે, ગુરૂ ગ્રંથ સાહિબના અપમાનની કેટલીય ઘટનાઓ સામે આવી અને ત્યારે પોલીસે સહયોગ નહોતો આપ્યો. એક પણ આરોપી પર કાર્યવાહી ન કરવામાં આવી. આ ઘટનામાં આરોપીને પકડી લેવામાં આવ્યો અને નિહંગોને જે યોગ્ય લાગ્યું તે કર્યું. બીજી બાજુ સોનીપત કોર્ટે હત્યાકાંડના આરોપી સરબજીતસિંહને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. હરિયાણા પોલીસે નિહંગ સરબજીતસિંહની 14 દિવસની રિમાન્ડ પણ માગી છે, જોકે કોર્ટે તેમને સાત દિવસની રિમાન્ડ પર મોકલી દીધો છે. સરબજીતસિંહે શુક્રવારની સાંજે હત્યાની જવાબદારી લીધી હતી અને પોલીસની સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોતાના નિવેદનમાં તેણે અન્ય ચાર લોકોનું નામ પણ લીધું છે. સોનીપતના ડીએસપી વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ ઘટનામાં પાંચ જેટલા આરોપીઓ સામેલ હોય શકે છે.

advertisement-1

મૃતકની પોસ્ટમોર્ટ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, શરીર પર ઈજાના 37 નિશાન છે. યુવક ઉપર ધારદાર હથિયાર સિવાય લાકડી અને દંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૃત્યુનું કારણ વધારે માત્રામાં લોહીનું વહી જવું સામે આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments