Homeગુર્જર નગરીસૌ.યુનિ.માં ગમતા પ્રોફેસરોનો કરીએ ગુલાલ: નહીં મેલું રે મારા મનગમતાં ને નહીં...

સૌ.યુનિ.માં ગમતા પ્રોફેસરોનો કરીએ ગુલાલ: નહીં મેલું રે મારા મનગમતાં ને નહીં મેલું!

Team Chabuk-Gujarat Desk: દૂરદર્શન પર ગમ્મત ગુલાલ નામનો કાર્યક્રમ ચાલતો હતો. આજે ચાલે કે નહીં ખબર નથી, પણ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગમતાનો ગુલાલ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ જાણકારી પ્રાપ્ત થઈ છે એક વોટ્સએપ ગ્રુપની વાઈરલ થયેલી ચેટમાંથી. જેમાં ગમતાં પ્રોફેસરોના માથે તિલક લગાવવાની પ્રવૃતિને અંજામ આપવામાં આવી રહ્યો છે. વાત વાઈરલ થતાંની સાથે જ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. એક રીતે આ વિદ્યાર્થી સાથે છેતરપિંડી જ આચરી કહેવાય. પોસ્ટ માટે જે તે પ્રોફેસર ફક્ત ગમતો હોય અને નિમણૂક આપવી એ ક્યાંનો ન્યાય?

2014માં A ગ્રેડ પ્રાપ્ત કરેલી આ યુનિવર્સિટી ગબડતી ગબડતી B ગ્રેડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે B ગ્રેડ મળ્યો ત્યારે પણ નેક કમિટી દ્વારા પ્રોફેસરો તો કાયમી હોવા જોઈએ એવી ટકોર કરવામાં આવી હતી, પણ ટકોરને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘોળીને પી ગઈ હોય એવું લાગે છે. એવામાં વિવિધ ભવનોમાં 88 પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં ‘તું મને ગમે એટલે મારો’ની વ્હાલા દવલાંની નીતિ શરૂ થયાની જાણકારી ગઈકાલે હાથ લાગી.

advertisement-1

સિન્ડિકેટ સભ્યોમાંથી ભાજપના સભ્યોએ એક અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને એમાં નાખ્યા પસંદગીના ઉમેદવારોના નામ. હવે કયા કયા ગમતા લોકોને કરાર આધારિત નોકરીની પીઠી ચોપડવામાં આવી છે, તેના નામ પર એક ઉડતી નજર કરી લો જોઈએ. ગણિત ભવનમાં મેથેમેટિક્સ સાંકેત બદિયાણી, અનિલ પરમાર, ભાવિન જોષી, મિતલ વ્યાસ, બાયોસાયન્સમાં કિરણ ચુડાસમા, મિતલ કનેરિયા, જ્યોતિ જીગ્યાસી, શ્વેતા પાઠક, ભાવિક વાંકાણી, કલ્પનાબેન રાખોલિયા, અંગ્રેજીમાં ટ્વિંકલ ચંદારાણા, મનીષ પડિયા, હિન્દી ભવનમાં  યોગેશ દવે, જયેશ વ્યાસ, શિલ્પાબેન કામલિયા, એ.ડી શેઠ. પત્રકારત્વ ભવનમાં ડૉ. યશવંત હિરાણી, જિતેન્દ્ર રાદડિયા, સમાજશાસ્ત્રમાં વિપુલ આડતિયા, રચના વાઘેલા, ઈતિહાસ ભવનમાં જિજ્ઞેશ સાંખટ…

આ એક ભયાનક ચિત્ર છે. ભવનના વડાઓ પોતાના ગમતાં લોકોને ખુરશીઓ પર બેસાડી દે છે. કેટલીક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસની આસપાસ જે-તે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતી વાતચીત કાન દઈ સાંભળો તો ખ્યાલ આવશે કે, ‘નિમણૂક થયેલા નવા અધ્યાપક તો ભણવાવામાં ‘ઢ’ છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments