Team Chabuk-Gujarat Desk: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇને જિલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ઘેર- ઘરે રૂબરૂ સંપર્ક, મોબાઇલ વાન તથા જાહેર સ્થળોએ કેમ્પો દ્વારા વધુમાં વધુ લોકોને કોવિડ-૧૯ સામે રસીકરણ વડે સુરક્ષીત કરવા સધન ઝંબેશ ચલાવાઇ રહી છે. જેના પરીણામે રાજકોટ જિલ્લામાં ૧૮થી વધુ વય જુથના કુલ ૭૭૨૬૧૨ લાભાર્થીઓને વિનામુલ્યે રસીકરણનો પ્રથમ ડોઝનો લાભ આપી ૯૪.૬૬ ટકા લોકોને કોરોના સામે સુરક્ષા આપવામાં આવી છે.

જેમાં તા. ૧૪-૧૦-૨૦૨૧ સુધીમાં જામકંડોરણા અને જેતપુર તાલુકામાં ૧૮ પ્લસ વયજુથના તમામ નાગરીકોને પ્રથમ ડોઝ અપાઇ ગયેલ છે. લોધીકામાં અને પડધરી તાલુકામાં ૯૯ ટકાથી વધુ, ધોરાજીમાં ૯૮.૬૯ ટકા, રાજકોટ ગ્રામ્યમાં ૯૬.૨૨ ટકા, કોટડાસાંગાણી તાલુકામાં ૯૫.૭૮ ટકા, ગોંડલ તાલુકામાં ૯૪.૩૨ ટકા, ઉપલેટામાં ૯૨.૫૮, જસોદણ તાલુકામાં ૯૦ તથા વિંછીયા તાલુકામાં ૭૯.૯૮ ટકા ૧૮ પ્લસ વય જુથના નાગરીકોને રસીકરરણનો પ્રથમ ડોઝ અપાઇ ગયેલ છે. જયારે ૪૭.૩૯ ટકા લોકોને બીજો ડોઝ પણ મળી ગયેલ છે.

તેજ રીતે રાજકોટ જિલ્લાના નગરપાલીકા વિસ્તારોમાં કુલ ૨,૭૮,૩૮૦ ૧૮ પ્લસ વયજુથના લાકોને રસીકરણનો પ્રથમ ડોઝ અપાઇ ગયેલ છે. આમ પાંચ નગરપાલિકા વિસ્તારમાં ૮૭.૮૦ ટકા લોકોને રસીકરણનો પ્રથમ ડોઝ લગાવાઇ ગયેલ છે. જયારે ૫૭.૩૧ ટકા લોકોને બીજો ડોઝ પણ મળી ગયેલ છે. તેમ જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત