Homeગામનાં ચોરેપશ્ચિમ બંગાળ: દુર્ગા વિસર્જન કરી પરત ફરી રહેલા લોકો પર દેશી બોમ્બથી...

પશ્ચિમ બંગાળ: દુર્ગા વિસર્જન કરી પરત ફરી રહેલા લોકો પર દેશી બોમ્બથી હુમલો

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી એક મોટી ઘટના સામે આવી રહી છે. અહીં શનિવારની રાતે દુર્ગા વિસર્જન કરી ઘરે પરત ફરી રહેલી ભીડ પર એક અજ્ઞાત સમૂહે દેશી બોમ્બથી હુમલો કરી દીધો હતો. બોમ્બનો અવાજ સંભળાતા જ અફરા-તફરી મચી ગઈ હતી. લોકોની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે દુર્ગાપુરના અન્નપૂર્ણા વિસ્તારમાંથી લોકો દુર્ગા વિસર્જન કરી પરત ફરી રહ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, હુમલો કરનારા હુમલો કરી ઘટનાસ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.

વારદાતના સ્થળ પર પહોંચેલી પોલીસ લોકોના રોષને શાંત કર્યો હતો અને ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. એસીપી ધ્રુબજ્યોતિ મુખર્જીનું કહેવું છે કે, આ હુમલામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થાય છે. જેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, હુમલો કરનારાઓની અત્યાર સુધી ઓળખ કરવામાં નથી આવી. તમામ આરોપી ફરાર છે. તેમને પકડવા માટે પોલીસની ટીમ બનાવવામાં આવી છે. તુરંત જ તેમની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે.

advertisement-1

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બે સમૂહો વચ્ચે ઝઘડો દારૂને લઈ પાંગર્યો હતો. એક સમૂહ દુર્ગા વિસર્જન કરી ઘરે પરત ફરી રહ્યું હતું. એવામાં બીજું સમૂહ આવ્યું અને દારૂ માટે પૈસા માગવા લાગ્યું. આ વાતને લઈ બંને જૂથોની વચ્ચે તકરાર થઈ હતી. ઘટના એટલી આગળ વધી ગઈ કે બીજા જૂથે બોમ્બથી હુમલો કરી દીધો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી. જોકે પોલીસ બોમ્બમારો થયો હોવાની વાતનો સ્પષ્ટ ઈનકાર કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments