Team Chabuk-Gujarat Desk: નડિયાદના મહુધા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ચાર લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે બુધવારે સવારે આ અકસ્માતનો બનાવ બન્યો છે. નડિયાદના મહુધા રોડ પર મંગળપુર પાટીયા પાસે અકસ્માતની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી વિગતો પ્રમાણે મંગળપુર પાટીયા પાસે ઈકો કાર અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુરનો ભોઈ પરિવાર સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામે માતાજીના દર્શન કરવા માટે ઈકો કારમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો છે. નડિયાદના મહુધા રોડ પર મંગળપુર પાટીયા પાસે સામેથી આવતું એક કન્ટેનર ઈકો કારને અથડાયુ હતું, જેમાં ઈકો કાર પલ્ટી ખાઈ ગઈ હતી. ઈકો કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કારમાં 6 લોકો સવાર હતા. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થયા છે. ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું છે.
મૃતકના નામ
1. સુરેશ અંબાલાલ ભોઈ
2. રાજુભાઈ શનાભાઈ ભોઈ
3. સંજુભાઈ બારૈયા
4. સંજયભાઈ દિલીપભાઈ ભોઈ
ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામ
1. જીતુભાઈ ભુલાભાઈ ભોઈ
2. આકાશ ડબગર
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત