Team Chabuk-Gujarart Desk: અમદાવાદની એક મહિલાએ પોતાના પતિની વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પતિ પર આક્ષેપ લગાવ્યો છે કે તેની ભાણી તેના બેડરૂમમાં વારંવાર જતી હતી અને તેના આંતરવસ્ત્રો પણ ત્યાંથી મળી આવ્યા હતા. પત્નીએ આ અંગેના સવાલો ઉઠાવતા તેની સાથે પતિએ મારઝૂડ કરી હતી અને તેને દીકરાની સાથે ઘરમાંથી તગેડી મૂકી હતી.

મહિલાની વય 45 વર્ષની છે. 2003માં તેમના વડોદરાના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. પતિ હનીમૂન પર ગયા તેનો થયેલો પાંચ લાખનો ખર્ચો પણ પત્નીના પિયરીયા પાસેથી માગતો હતો. મહિલાએ આક્ષેપ લગાવ્યો છે કે, તેને પરિવારના તમામ સભ્યો કનડગત કરતા હતા. જેઠ તેને ખરાબ નજરેથી જોતો હતો.

એક વખત મહિલા પોતાના પિયરથી પરત આવી ત્યારે તેને બેડરૂમમાં ભાણીના આંતરવસ્ત્રો મળી આવ્યા હતા. પતિને જ્યારે પૂછ્યું ત્યારે તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો કે, એસીનું બિલ ઓછું આવે આ માટે સાથે ઉંઘી જતા હતા. મામીની હાજરીમાં તે મામાની સામે આવતી અને માસિક ધર્મની જાણ કરતી એવો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે.

અંતે ગત વર્ષની 3 જાન્યુઆરી 2020માં મહિલાની સાથે મારઝૂડ કરી તેને પુત્રની સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. સાસરિયાઓના ત્રાસના કારણે મહિલાએ પતિ, જેઠ-જેઠાણી, ભાણી, નણંદ-નણંદોઈની પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત