Homeદે ઘુમા કે3 નવેમ્બર 1978 જ્યારે અમ્પાયરોની સાથે મળી પાકિસ્તાનની ટીમે ઘરની ધોરાજી ચલાવેલી

3 નવેમ્બર 1978 જ્યારે અમ્પાયરોની સાથે મળી પાકિસ્તાનની ટીમે ઘરની ધોરાજી ચલાવેલી

Team Chabuk-Sports Desk: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝનો અંતિમ મેચ. તારીખ 3 નવેમ્બર 1978. એ વર્ષ જ્યારે બાઉન્સ ફેંકવામાં આવે તો વાઈડનો નિયમ કડક હતો. અમ્પાયર લાલ આંખ કરી એક રન દાવ લેનારી ટીમને આપી દેતા હતા અને બોલરને ચેતવણી આપતા હતા.

ઝફર અલી સ્ટેડિયમમાં પ્રથમ બેટીંગ કરતા પાકિસ્તાનની ટીમે સાત વિકેટના નુકસાન પર 205 રન બનાવ્યા હતા. જવાબમાં 37 ઓવરમાં ભારતની ટીમ બે વિકેટના નુકસાન પર 183 રન બનાવી ચૂકી હતી. આ પહેલા બે મેચ રમાયા હતા, જેમાં એક ભારત અને એક પાકિસ્તાન જીતી ચૂક્યું હતું. હવે કાંટાની ટક્કર હતી. આ મેચમાં અમ્પાયરિંગની જવાબદારી પાકિસ્તાનના જાવેદ અખ્તર અને ખિજર હયાતની પાસે હતી. મેચમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, ભારત જીતની નજીક છે. 37મી ઓવર પૂર્ણ થતાંની સાથે જ મેદાન પર તણાવનું વાતાવરણ સર્જાઈ ગયું.

ભારતની જીત તેના ઓપનર બેટર અને વન ડાઉન ખેલાડીના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે પાક્કી મનાઈ રહી હતી. ચૌહાણ 23 રન બનાવી આઉટ થયો હતો. તો અંશુમન ગાયકવાડ અને સુરેન્દ્ર અમરનાથની જોડીએ ભારતને 163 રન સુધી પહોંચાડી પાકિસ્તાનના બોલિંગ અટેકને ધાર વગરનો કરી નાખ્યો હતો. 37મી ઓવર પૂર્ણ થઈ અને 38મી ઓવરના આરંભ પહેલા પાકિસ્તાની કેપ્ટન મુશ્તાક અહમદ ચિંતિત દેખાઈ રહ્યા હતા. તેણે સરફરાઝ નવાબના હાથમાં બોલિંગ આપી.

પાકિસ્તાનના ખેલાડી સરફરાઝે પોતાની ઓવરમાં સતત ચાર બાઉન્સર ફેંક્યા હતા. જોકે અમ્પાયરે એક પણ બોલને વાઈડ નહોતો આપ્યો. અગાઉ વાત કરી એમ, એ સમયે નિયમ હતો કે બાઉન્સને પણ વાઈડ આપવો. સરફરાઝે એ પછી વાઈડ બોલ પણ ફેંક્યો, જોકે અમ્પાયરે તેને પણ વાઈડમાં સ્થાન ન આપ્યું અને સરફરાઝની બોલિંગ હસતા હસતા ચાલતી રહી.

અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે બેટર વિશ્વનાથ પરેશાન થઈ ગયા અને તેમણે આગળ રમવાની ના પાડી દીધી. વિશ્વનાથને ખ્યાલ આવી ગયો હતો કે પાકિસ્તાન હાર ભાળી ગયું છે અને ગમે તે ભોગે મેચમાંથી બચવા હવાતિયાં મારી રહ્યું છે. બિશનસિંહ બેદી ત્યારે ભારતીય ટીમના કેપ્ટન હતા. એન્ગ્રી કેપ્ટન તરીકે તેમની બોલબાલા હતી. એમણે ગુસ્સામાં ટીમના બેટરોને ડ્રેસિંગ રૂમમાં પરત બોલાવી લીધા અને મેચ રમવાની ના પાડી દીધી. અમ્પાયરોએ મેચમાં પાકિસ્તાનને વિજેતા ઘોષિત કરી દીધું અને ભારત 2-1થી સીરિઝ હારી ગયું.

ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વખત બન્યું હતું જ્યારે પાકિસ્તાને અમ્પાયરોની સાથે મળી હારી ગયેલી બાજીને અવળચંડાઈથી જીતમાં પલટાવી નાખી હતી. જો પાકિસ્તાન ખેલદીલીથી રમ્યું હોત તો હારી જાત, પણ ઈતિહાસમાં ક્રિકેટનું આ કલંકિત પ્રકરણ ન લખાત. ભારત પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ વખત બન્યું હતું, જ્યારે ભારતીય ટીમે રમવાની ના પાડી દીધી હોય. મેચ હાથમાં જ હોવા છતાં.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments