Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા મહેંદી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના રિમાન્ડ પૂર્ણ થયા છે. હિના પેથાણી ઉર્ફે મહેંદી હત્યા કેસના આરોપી અને પ્રેમી સચિન દીક્ષિતના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે બાપોદ પોલીસે સચિનને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. વડોદરા કોર્ટે આરોપી સચિન દીક્ષિતને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. બાપોદ પોલીસે આરોપીના 6 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક દિશામાં ઝીણવટપૂર્વક તપાસ કરી છે.
ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં જ રાજસ્થાનના કોટાથી બાળકને તરછોડનારા તેના પિતા સચિન દીક્ષિતની ધરપકડ કરી લીધી હતી. સચિનની ધરપકડ બાદ ઘટના પરથી એક બાદ પડદા ઉંચકાતા ગયા હતા. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સચિન દીક્ષિતે તેની પ્રેમીકા અને શિવાંશની માતા મહેંદીની વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડીંગના ફ્લેટમાં ગળુ દબાવી હત્યા કરી હતી. જેથી વડોદરાની બાપોદ પોલીસે સચિન સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે, આરોપી સચિન સામે ગાંધીનગર પોલીસે ગુનો નોંધી 14 ઓક્ટોબર સુધીમા રિમાન્ડ મેળવ્યા હતા. બાળકને તરછોડવાના કેસમાં સચિન જામીન પર છૂટ્યા બાદ તુરંત જ વડોદરા પોલીસે મહેંદી હત્યા કેસમાં તેની ધરપકડ કરી હતી.

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીનાની ગળુ દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો મૂકીને એક વ્યક્તિ જતો રહ્યો હતો. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત