Homeગુર્જર નગરીરાજકોટઃ ફેકટરીમાં અકસ્માતે ગંભીર ઇજા પામેલા શ્રમિકોને સારવાર બાદ મળ્યું જીવતદાન

રાજકોટઃ ફેકટરીમાં અકસ્માતે ગંભીર ઇજા પામેલા શ્રમિકોને સારવાર બાદ મળ્યું જીવતદાન

Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને કામના સ્થળ પર અકસ્માત સમયે તુરત જ સારવાર મળી રહે અને તેમના અમૂલ્ય જીવની રક્ષાર્થે ખાસ શ્રમયોગી આરોગ્ય સંજીવની રથ વિવિધ સાઈટ પર તૈનાત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક કિસ્સામાં ગંભીર અકસ્માતમાં તુરંત સારવાર સ્થળ પર જ રથના આરોગ્ય ટીમ દ્વારા પુરી પાડવામાં આવી છે.

હાલમાં જ આવા બે કિસ્સામાં સંજીવની રથ દ્વારા તાત્કાલિક સારવાર પુરી પાડવામાં આવી છે. જેમાં મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ફેકટરીમાં કામકાજ દરમ્યાન બે વ્યક્તિને અકસ્માત થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સદ્દભાગ્યવશ આરોગ્ય સંજીવની નજીકમાં જ હોવાથી ડો. મયૂરી અને ટીમને જાણ થતા તુરંત જ ઘટના સ્થળે જ જરૂરી સારવાર આપી, નિદાન માટે વાનમાં દર્દીઓને લઈ વધું સારવાર આપી હતી. સારવાર દરમિયાન એક દર્દીને માથાને ભાગે વધું ઇજા અને હેડ ઈન્જરી માલુમ પડતાં તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી દર્દીને વધુ સારવાર માટે આગળ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. 

અન્ય એક કિસ્સામાં બાંધકામ શ્રમિક આરોગ્ય સંજીવની જ્યારે પાંચવડી વિસ્તારમાં તેમની સાઇટ પર હતી, ત્યારે તેમની નજીક રસ્તામાં અકસ્માત થતા ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ડો. પૂજા અને ટીમ દ્વારા દર્દી ને સલામત સ્થળ પર ખસેડી સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન દર્દીને છાતીમાં અંદરના ભાગે વધુ ઇજા થયાની ધ્યાને આવતા  અને દર્દી પણ બેભાન અવસ્થા તરફ જઈ રહેલ હોવાથી તુરંત જ 108માં કોલ કરી અને એમ્બ્યુલન્સ બોલાવી વધું સારવાર અર્થે આગળ રીફર કરેલ.

AD

બંને કિસ્સામાં ઘાયલ લોકોને  ડો. મયૂરી, ડો. પૂજા અને ટીમ દ્વારા દર્દીની કરાયેલ તાત્કાલિક સારવાર અને ઉમદા અને નિઃસ્વાર્થ કામગીરી બદલ ત્યાં હાજર લોકો અને કંપનીના સ્ટાફ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હોવાનું પ્રોજેક્ટ કોઓર્ડીનેટર જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments