Homeગુર્જર નગરીગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા ચંદ્રકાન્તભાઈ પંડ્યાની વિદાય

ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા ચંદ્રકાન્તભાઈ પંડ્યાની વિદાય

Team Chabuk-Cinema Desk: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જગત માટે ઉપરા છાપરી બીજા માઠા સમાચાર આવ્યા છે. રામાયણના રાવણ તરીકે સુવિખ્યાત અરવિન્દ ત્રિવેદી બાદ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જગતનું મોટું નામ એવા ચંદ્રકાન્તભાઈ પંડ્યાનું નિધન થયું છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને રંગમંચનો જાણીતો ચહેરો હતા. 75 વર્ષની વયે મુંબઈમાં તેમણે જીવનલીલા સંકેલી હતી.

AD

અરવિન્દ ત્રિવેદીની માફક તેમણે રામાયણ સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકા ભજવી હતી. ટૂંકા પણ પોતાના અભિનયની લાક્ષણિકતાના કારણે સિરિયલમાં તેઓ છવાઈ ગયા હતા. આ સિવાય તેમણે અગણિત ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. મોટાભાગે તેઓ ખલનાયકના રોલમાં રહ્યા. ગુજરાતી ફિલ્મમાં જ્યાં ફિરોઝ ઈરાનીની ગેરહાજરી હોય ત્યાં તેઓ પોતે હાજર રહી ખલનાયકની પૂર્તિ કરતા હતા. એમનો ગુસ્સાથી સભર કરડાકીભર્યો અવાજ પાત્રમાં જીવ ફૂંકી દેતો હતો.

AD

આ સિવાય તેમણે 100થી વધારે ફિલ્મોમાં અભિનયના ઓઝસ પાથર્યા હતા. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે તેમનો 1-1-1946ના રોજ જન્મ થયો હતો. તેમના પિતા મંગળભાઈ વ્યવસાય અર્થે મુંબઈ ખાતે સ્થાયી થયા હતા. અહીં જ તેમને અભિનયના ઓરતા જાગ્યા. બી.એમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે અભિનયનો માર્ગ અપનાવ્યો. કોલેજમાં હતા ત્યારે અમઝદ ખાન સાથે પણ તેમણે અભ્યાસ કર્યો હતો. બંને વચ્ચે પાક્કી મિત્રતા હતી. સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિન્દ ત્રિવેદીએ તેમની અભિનય ક્ષમતાને પારખી કામ કરવાની તક આપી હતી. તેમને ફિલ્મોમાં પ્રથમ બ્રેક મળ્યો કાદુ મકરાણીથી. એ પછી તેઓએ ગુજરાતી સિનેમામાં પોતાની અભિનયકળા મારફતે અમીટ છાપ છોડી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments