Homeગુર્જર નગરીગીર સોમનાથ જિલ્લામાં ૯૦ ટકા રસીકરણ પૂર્ણ, વેરાવળમાં રાત્રીસભાની સાથે વેક્સિનેસન કેમ્પ...

ગીર સોમનાથ જિલ્લામાં ૯૦ ટકા રસીકરણ પૂર્ણ, વેરાવળમાં રાત્રીસભાની સાથે વેક્સિનેસન કેમ્પ યોજાયો

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં ૯૦ ટકાથી વધુ રસીકરણ થઈ ચૂક્યું છે. ત્યારે રસી લેવાની પાત્રતા ધરાવતો એક પણ નાગરિક વેક્સીનથી વંચિત ન રહે તેવી નેમ સાથે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ અને જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે લોકો વચ્ચે જઈ અવિરતપણે રાત્રીસભા અને ગ્રામસભાના માધ્યમથી લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવાની સાથે રસી અંગેની ભ્રમિત માન્યતાઓથી દૂર રહેવા માટે વ્યાપક જનજાગૃતિ આણવાનું કામ કરી રહ્યા છે. આ રાત્રીસભાની સાથે વેક્સિનેસન કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે. તેવો જ એક કાર્યક્રમ વેરાવળ શહેરના લાબેલા હોલ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કલેકટર રાજદેવસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને ખાળવા કોરોના વેક્સિનેશન એ રામબાણ શસ્ત્ર સમાન છે. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે. ત્યારે વેક્સિન અંગેની ગેરસમજ અને ખોટી અફવાઓથી દૂર રહી વેક્સિન લઈ અને બીજાને પણ રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાનો અનુરોધ કરતા ઉમેર્યું કે, વેક્સિનેશન થકી કોરોનાને નેસ્ત નાબૂદ કરવાની કામગીરીમાં સરકારશ્રીને સૌ લોકોએ સાથ આપવો જોઈએ. તેમ તેમણે જણાવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેએ જણાવ્યું કે, વેક્સિન કોરોના વાયરસ સામે લડવા મજબૂત કવચનુ કામ કરે છે. ત્યારે તમામ ધર્મના આગેવાનોએ આગળ આવી અને લોકોમાં વેક્સિનેશન અંગે ગેરમાન્યતાઓ દૂર થાય અને લોકો વેક્સિનેશન માટે પ્રેરિત થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. તેમ ભારપૂર્વક ખતાલેએ ઉમેર્યું હતું.

આ રાત્રીસભામાં પટણી જમાતના પ્રમુખ અનવર ભાઈ અને મૌલાના જાવીદભાઈએ પણ ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોને વેક્સિન અંગે ખોટી અફવાઓ કે ગેરમાન્યતાઓથી દૂર રહી વહેલી તકે વેક્સિન લેવા વિસ્તૃત માર્ગદર્શન સાથે અનુરોધ કર્યો હતો. આ રાત્રીસભામાં અગ્રણી સામતભાઈ, કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. અરુણ રોય, ડો.બામરોટિયા, ચીફ ઓફિસર જતીન મહેતા, મામલતદાર ચાંડેગરા, શહેર પી.આઈ. શ્રી ડી.ડી. પરમાર, મુસ્લિમ સમાજના સમાજના પટેલો-આગેવાનો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments