Homeગુર્જર નગરીવડોદરામાંથી ઝડપાયું હાઈપ્રોફાઈલ કુટણખાનું, ઓનલાઈન ગ્રાહકોનું સિલેક્શન થતું હતું

વડોદરામાંથી ઝડપાયું હાઈપ્રોફાઈલ કુટણખાનું, ઓનલાઈન ગ્રાહકોનું સિલેક્શન થતું હતું

Team Chabuk-Gujarat Desk: સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાંથી (vadodara) કુટણખાનું (sex racket) ઝડપાયું છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સનરાઈઝ કોમ્પલેક્ષમાં (sunrise complex) ચાલતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પીસીબી (pcb) પોલીસને મળેલી બાતમીના આધારે સનરાઈઝ કોમ્પલેક્ષમાં દરોડો (raid) પાડવામાં આવ્યો હતો. જેમાં મોટાપાયે કુટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી 7 મહિલાઓ અને 3 ગ્રાહકને ઝડપી પાડ્યા છે. આ કુટણખાનું રીટા નામની મહિલા ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં અનેક જગ્યાએ દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે. ત્યારે વડોદરામાંથી કુટણખાનું ઝડપાયું છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરાના વાઘોડિયા રોડ પર સનરાઈઝ કોમ્પલેક્ષમાં એક મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. બાતનીના આધારે જગ્યા પર દરોડો પાડતા અંદરના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં  કુટણખાનું ચલાવનાર માસ્ટરમાઈન્ડ મહિલાનું નામ રિટા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળ પરથી 7 યુવતીઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઝડપાયેલી 7 યુવતીઓમાં એક સાડા બાર વર્ષની બાળા પણ છે. યુવતીઓના ડોક્યુમેન્ટ તપાસતાં આ ખુલાસો થયો છે. અને આ બાળાને દેહવ્યાપારના ધંધામાં તેના જ પિતાએ ધકેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલના તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી આગળ વધારી છે.

ADV

વડોદરાના વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી ઝડપાયેલા કુટણખાનામાં ગ્રાહકોને જવા માટે ઓનલાઈન સિલેક્શન કરવામાં આવતું હતું. પરંતુ પોલીસે બાતમીના આધારે રેડ કરીને સમગ્ર ભાંડો ફોડ્યો હતો. PCBએ યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, કેટલા સમયથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. વગેરે બાબતે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments