Team Chabuk-Gujarat Desk: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તેવા આશય સાથે સિનિયર સિટીઝન રમતોત્સવ ૨૦૨૧-૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૦/૧૦/૨૦૨૧ ના રોજ ઉના તાલુકાના દેલવાડા ગામે દાદાજી વૃદ્ધાશ્રમ ખાતે યોજાનાર આ રમતોત્સવમાં એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, કેરમ, રસ્સાખેંચ અને ક્રિકેટની સ્પર્ધાઓમાં ભાગ લેવા ફરી વરિષ્ઠ નાગરિકો રમતનાં મેદાનમાં ઉતરશે.
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી, ગીર-સોમનાથના સયુંકત ઉપક્રમે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનો સ્પર્ધકોએ એન્ટ્રી ફોર્મ મેળવી, બાહેંધરી પત્રક તથા માન્ય ડોક્ટરનું તાજેતરનું શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, આધારકાર્ડ અથવા અન્ય કોઈ ઉંમરનો પુરાવો જોડી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી રૂમ નં-૩૧૩/૩૧૪ બીજો માળ, ઇણાજ ખાતે તા. ૨૭/૧૦/૨૦૨૧ સુધીમાં મોકલી આપવા જિલ્લા રમતગમત કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત