Homeદે ઘુમા કેમહિલાઓની IPL પણ રમાય છે એમના મેચ પર પણ નજર કરીએ

મહિલાઓની IPL પણ રમાય છે એમના મેચ પર પણ નજર કરીએ

વુમન્સ ટી-20 ચેલેન્જ એટલે કે મહિલાઓની IPLમાં વેલોસિટીએ સુપરનોવાજને 5 વિકેટે હરાવ્યું હતું. મિતાલી રાજના નેતૃત્વ હેઠળ ટીમે લીગમાં પહેલીવાર હરમનપ્રીતની ટીમને મ્હાત આપી હતી. આ પહેલાં ટૂર્નામેન્ટમાં બંને વચ્ચે 2 મેચ રમાઈ. બંને મેચમાં વેલોસિટીની હાર થઈ હતી.

શારજહામાં રમાયેલી મેચમાં હરમનપ્રીતની ટીમ સુપરનોવાજ ટોસ હારીને બેટિંગ માટે ઉતરી હતી. 20 ઓવરમાં ટીમે 126 રન ફટકાર્યા હતા. જવાબમાં મિતાલી રાજની ટીમ વેલોસિટીએ 19.5 ઓવરમાં  5 વિકેટે 129 રન ફટકારી મેચ જીતી લીધી. વેલોસિટી તરફથી સુને લૂસે સૌથી વધુ 37 રન ફટકાર્યા. સુને લૂસે સિવાય સુષમા વર્માએ 34 અને વેદા કૃષ્ણમૃર્તિએ 29 રનની ઈનિંગ રમી.

ખરાબ શરૂઆત છતાં વેલોસિટીએ જીત મેળવી

વેલોસિટીની શરૂઆત ખરાબ રહી. ટીમે 17 રન પર ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ડેનિલે વાઈટ અને શેફાલી વર્માને અયાબોંગા ખાકાએ પવેલિયનનો રસ્તો બતાવ્યો. વાઈટ ઝીરો પર આઉટ થઈ. જ્યારે શેફાલી 11 બોલનો જ સામનો કરી શકી. શેફાલીએ 17 રન બનાવ્યા હતા. સુકાની મિતાલી રાજ પણ કંઈ ખાસ ન કરી શકી. 19 બોલ પર તે માત્ર 7 રન જ ફટકારી શકી.

વેદા કૃષ્ણમૂર્તિ અને સુષ્મા વર્માએ ચોથી વિકેટ માટે 27 રનની ભાગીદારી નોંધાવી હતી. વેદા 29 રન બનાવી આઉટ થઈ. છેલ્લે સુષ્મા અને સુને લૂસે 5મી વિકેટ માટે 51 રન જોડ્યા અને ટીમને જીત અપાવી દીધી.

સુપરનોવાજ તરફથી સૌથી વધુ 44 રન ચમારી અટ્ટાપટ્ટુએ બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હરમનપ્રીતે પણ 31 રનનું  યોગદાન આપ્યું હતું.  તો એકતા બિષ્ટે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત જહાંઆરા અને કાસ્પેરેકે 2-2 વિકેટ ઝડપી હતી.

વુમન્સ ટી-20 ચેલેન્જની શરૂઆત 2018માં થઈ હતી. ત્યારે એક જ મેચ રમાઈ હતી જેમાં સુપરનોવાજે ટ્રેલબ્લેજર્સને હરાવી હતી. ગયા વર્ષે વેલોસિટી નવી ટીમ સામેલ થઈ.

આ સિઝનમાં ત્રણે ટીમ વચ્ચે ફાઈનલ સહિત ચાર મેચ રમાશે. તમામ મેચ શારજહામાં રમાશે. લીગની ફાઈનલ 9 નવેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટમાં IPLની જેમ વિદેશી ખેલાડીને પણ સામેલ કરાયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments