Homeસિનેમાવાદકોણ છે આ અભિનેતા જે સમુદ્ર કિનારે નગ્ન થઈ દોડી રહ્યો છે...

કોણ છે આ અભિનેતા જે સમુદ્ર કિનારે નગ્ન થઈ દોડી રહ્યો છે ?

મિલિંદ સોમન. ફિલ્મો નથી તેની પાસે પણ ફિટનેસના કારણે હર વખતે ચર્ચામાં રહે છે. દૂરદર્શન પર આવતી કેપ્ટન વ્યોમથી તેણે શરૂઆત કરી હતી. તેને ટીવી પર જોનારા છોકરાઓ આજે ફાંદધારી થઈ ચૂક્યા છે પણ તે ફિટનેસને લઈને હજુ એવોને એવો જ છે.

જ્યારે ફિટનેસની વાત આવે ત્યારે મિલિંદ સોમનની વાત પણ નીકળી જ જાય છે. મિલિંદની ચર્ચા થાય પણ કેમ નહી. કેમ કે તેણે 55 વર્ષની ઉમરે જે ફિટનેસ જાળવી રાખ્યુ હતું તેવું ફિટનેસ 35 વર્ષની વ્યક્તિનું પણ નથી હોતુ.

આજે આ જ મોડલ, અભિનેતા અને ફિટનેસ ગુરૂની વાત કરીએ. મિલિંદે પોતાનો 55મો જન્મ દિવસ ગોવામાં ઉજવ્યો.

જોકે, જન્મદિવસે મિલિંદે એક ફોટો શેર કર્યો. જેને લઈને લોકોને તેની બહુ ફીરકી લીધી.

ફોટો તમે જ જોઈલો.

આ ફોટાને શું કહેશો ?

આ અદભૂત ફોટો તેમની પત્ની અંકિતા કોંવરે ક્લિક કર્યો છે. ફોટો પડાવ્યો તો પડાવ્યો ટ્વીટર પર શેર પણ કરી દીધો. હવે તમે સોશિયલ મીડિયાને તો તમે ઓળખો જ છો. બહુ નાટક જોવા મળે છે. આ સોશિયલ મીડિયાની દુનિયામાં. તો આ ફોટો પર જ મિલિંદ પર અનેક કોમેન્ટ થઈ. તો ચાલો એના પર  પણ એક નજર કરી લઈ કે, લોકોએ શું મિલિંદને કેવી રીતે જન્મદિવસની શુભકામના આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments