Homeગુર્જર નગરીઆણંદ: જેઠે પોત પ્રકાશ્યું, ‘તારા પતિનો પગાર ઓછો છે, તું મારી સાથે...

આણંદ: જેઠે પોત પ્રકાશ્યું, ‘તારા પતિનો પગાર ઓછો છે, તું મારી સાથે સંબંધ રાખીશ તો તને સારી રીતે રાખીશ…’

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના આણંદ શહેરના ઉમરેઠમાં જેઠ સહિત સાસરિયાઓએ પોત પ્રકાશ્યાની ફરિયાદ પરિણીતાએ પોલીસ સ્ટેશને નોંધાવી છે. જેઠ અને તેના સસરા પરિણીતાની અવારનવાર છોડતી કરતા હોવાનો તથા સાસરિયા દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પરિણીતાએ પોલીસમાં નોંધાવી હતી.

ADV

વર્ષ 2013ની સાલમાં આ પરિણીતાના સાદતહુસૈન શરીફમીંયા શેખ સાથે વેવિશાળ થયા હતા. તેને સંતાનોમાં છ વર્ષની પુત્રી અને ચાર વર્ષનો પુત્ર છે. થોડા સમય સુધી તો બધુ સમુંસૂતરું ચાલ્યું હતું, પણ બાદમાં પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો. આ પરિણીતાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે કે, તે જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરા દ્વારા તેનો હાથ પકડવામાં આવતો હતો અને છેડતી કરવામાં આવતી હતી.

ADV

સસરાથી આગળ તો જેઠ વધ્યો હતો. તેનો જેઠ ઝાકીર હુસૈન વારંવાર પરિણીતાની એમ કહી છેડતી કરતો હતો કે, તારા પતિનો પગાર ઓછો છે, તું મારી સાથે સંબંધ રાખીશ તો તને સારી રીતે રાખીશ. પરિણીતા મૌન રહી હતી, કારણ કે તેને પોતાનો ઘર સંસાર બગાડવો નહોતો. બાદમાં પાણી માથા ઉપરથી ચાલ્યું જતાં અને અસહ્ય ત્રાસથી કંટાળેલી પરિણીતાએ સાસરિયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનામાં ઘરેલું હિંસાની કલમ લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments