Homeતાપણુંકેપ્ટન અમરિન્દર સિંહે આ 14 તસવીરો પોસ્ટ કરી વિરોધીઓનું મોઢું બંધ કરી...

કેપ્ટન અમરિન્દર સિંહે આ 14 તસવીરો પોસ્ટ કરી વિરોધીઓનું મોઢું બંધ કરી દીધું

Team Chabuk- National Desk: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પોતાની પાકિસ્તાની મહિલા મિત્ર અરુસા આલમની સોનિયા ગાંધી સાથેની તસવીર શેર કરી હતી. જે પછી નાયબ મુખ્યપ્રધાન સુખજિંદરસિંહ રંધાવા સહિતના તમામ કોંગ્રેસી નેતાઓ થોડા સમય માટે મૌન થઈ ગયા હતા. જોકે કેપ્ટન અમરિન્દરસિંહ તેમની મિત્ર પર લગાવવામાં આવેલા આરોપથી નારાજ ચાલી રહ્યા છે. એટલે જ તેમણે સોમવારના રોજ દેશની નામી હસ્તીઓ સાથે અરુસા આલમની 14 તસવીરો ફેસબુક પર શેર કરી હતી. સાથે સવાલ પણ કર્યો હતો કે, અરુસાની સાથે દેખાઈ રહેલા શું આ લોકોના પણ આઈએસઆઈ સાથે સંબંધો છે?

કેપ્ટને અરુસાનો બચાવ કરતા વિરોધીઓ પર હુમલો કર્યો હતો. જે 14 હસ્તીઓની તસવીર કેપ્ટન અમિન્દરસિંહે શેર કરી છે, તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ, સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહ, પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા, પૂર્વ કાયદામંત્રી અશ્વિની કુમાર, અભિનેતા શત્રુઘ્ન સિંહા, બોલિવુડ અભિનેતા દિલીપ કુમાર, ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક મહેશ ભટ્ટ, ભારતના પૂર્વ કમાન્ડર જનરલ અરોડા જેમણે બાંગ્લાદેશ યુદ્ધમાં સૈન્યનું નેતૃત્વ કર્યું હતું, પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયુક્ત રહેલા જેએન દીક્ષિત, પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયુક્ત રહેલા શિવશંકર મેનન, પંજાબના પૂર્વ રાજ્યપાલ જનરલ રોડ્રિગ્સ, ભારતના વિદેશ સચિવ શામ સરનનો સમાવેશ થાય છે.

સાથે જ કેપ્ટને ઉપમુખ્યમંત્રી રંધાવા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, હું અરુસા આલમની વિભિન્ન હસ્તીઓ સાથેની ફોટો શ્રેણી સામે રાખી રહ્યો છું. મને લાગે છે કે, આ બધા પણ આઈએસઆઈ એજન્ટ છે. જણાવી દઈએ કે રંધાવાએ હાલમાં જ અરુસા આલમની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધો હોવાનો આરોપ લગાવી, પંજાબ પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. સોમવારના રોજ જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે આ તસવીરો શેર કરી ત્યારે તેમણે લખ્યું હતું કે, આઈએસઆઈ એજન્ટ કહેનારાઓએ બોલતા પહેલા વિચારી લેવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments