Homeગુર્જર નગરીરાજકોટ: સીએનજી રીક્ષાના ભાડામાં રીક્ષા એસોસિએશને મળી આટલો વધારો કર્યો

રાજકોટ: સીએનજી રીક્ષાના ભાડામાં રીક્ષા એસોસિએશને મળી આટલો વધારો કર્યો

Team Chabuk-Gujarat Desk: જે લોકો રીક્ષામાં મુસાફરી કરે છે તેમના માથે હવે ભાવ વધારો ચિંતા બની ઝળૂંબી રહ્યો છે. પહેલા જે જગ્યા પર જવાના દસ રૂપિયા હતા એ વીસ અને હવે તો ક્યાંક ક્યાંક ભાડું ત્રીસ સુધી પહોંચી ગયું છે. એવામાં રાજકોટ સીએનજીમાં બેસનારાઓ માટે ભાવ વધારો સામે આવ્યો છે. છેલ્લા છ મહિનામાં સીએનજી ગેસના ભાવમાં કિલોએ 12 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેથી રીક્ષામાં પણ હવે ભાવ વધારો કરવામાં આવ્યો છે. શટલ રીક્ષામાં પાંચ અને સ્પેશિયલ રીક્ષામાં વીસ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય રીક્ષા એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

આ પહેલા રાજકોટમાં શટલ રીક્ષાનું ભાડું દસ રૂપિયા હતું પણ હવે 15 રૂપિયા ભાડું થઈ ગયું છે. બીજી બાજુ સ્પેશિયલ રીક્ષામાં વીસ રૂપિયા ભાડું કરવામાં આવ્યું છે. પેટ્રોલ-ડિઝલ બાદ ગેસમાં પણ ઝીંકાયેલા તોતિંગ ભાવ વધારાના કારણે સીએનજી રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની છે. આ માટે તેમણે પણ હવે ભાવમાં વધારો કર્યો છે. રાજકોટ શહેરના દરેક પોંઈન્ટ માટે વ્યક્તિદીઠ 15 રૂપિયા ભાડું કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારના ટાણે લોકો ખરીદી માટે ઉમટી પડતા હોય છે. લોકો પાસે વાહન ન હોય તેઓ રીક્ષામાં જતાં હોય છે. આ લોકો માટે મુશ્કેલભરી સ્થિતિ સર્જાશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં રીક્ષા ચાલકોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ હતી. ઉપરથી કોરોના બાદ આવેલી રાક્ષસી મંદીમાં પણ રીક્ષા ચાલકોને સહન કરવાનો વારો આવ્યો હતો. આ બંને લપડાકમાંથી સ્વસ્થ થઈ ઉભા થવાનો વિચાર કરે ત્યાં રીક્ષા માટે જરૂરી એવા પેટ્રોલ અને બાદમાં ગેસના ભાવમાં પણ વધારો થઈ જતાં ન છૂટકે રીક્ષા ચાલકોએ પણ ભાવમાં વધારો કરવો પડ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments