Homeગુર્જર નગરીપત્નીને સાંજે વહેલી આવવાનું કહ્યું, પત્ની આવી ત્યાં સુધીમાં પતિએ આત્મહત્યા કરી...

પત્નીને સાંજે વહેલી આવવાનું કહ્યું, પત્ની આવી ત્યાં સુધીમાં પતિએ આત્મહત્યા કરી લીધી હતી

Team Chabuk-National Desk: ‘મારા આપઘાત પાછળ કોઈ જવાબદાર નથી. મારી કિડની અને લિવર દાન કરી દેજો.’ આ પ્રકારની આત્મહત્યાની નોટ લખી સુરતના યુવાને જીવાદોરી ટૂંકાવી છે. પોલીસ યુવાને આત્મહત્યા કયા કારણોસર કરી તેનો કોયડો ઉકેલવાની દિશામાં પગલા ભરી રહી છે. 45 વર્ષની વય ધરાવતા ભરતભાઈ લાઠીયા મૂળ ભાવનગરના પાલીતાણાના વતની હતી. તેઓ અમદાવાદના કાપડના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા હતા. પરિવારમાં તેમને એક પુત્ર અને પુત્રી છે. પત્ની ટ્યુશન ક્લાસિસ ચલાવે છે. તેઓ થોડો સમય અમદાવાદ જ્યારે થોડો સમય સુરત રહેતા હતા.

ADV

સોમવારે બપોરના રોજ જ્યારે તેમની પત્ની ક્લાસિસે ગઈ હતી ત્યારે ભરતભાઈએ તેમને સાંજે વહેલા આવવાનું કહ્યું હતું. જ્યારે પત્ની ઘરે પરત આવી ત્યાં સુધીમાં ભરતભાઈએ ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસને ભરતભાઈએ લખેલી આત્મહત્યાની ચીઠ્ઠી મળી આવી હતી જેમાં તેમણે પોતાના મોતની પાછળ કોઈ જવાબદાર નથી અને કિડની લિવર દાન કરવાનું જણાવ્યું હતું.

ADV

તેમણે આત્મહત્યાની ચીઠ્ઠીમાં વધુમાં લખ્યું હતું કે, હું મારા શરીરથી થાકી ગયો છું. આત્મહત્યા પાછળ હું જ જવાબદાર છું, બીજું કોઈ નથી. સતત ચિંતાના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું. મારા છોકરાઓનું ધ્યાન રાખજો અને કિડની લિવરનું દાન કરજો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments