Homeગુર્જર નગરીAMCની બેઠકમાં કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ, ‘શું આવી લાંચની રકમ કમલમ્ સુધી...

AMCની બેઠકમાં કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ, ‘શું આવી લાંચની રકમ કમલમ્ સુધી જાય છે?’

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડની (AMC) બેઠકમાં ભારે હંગામો મચી ગયો હતો. ઉહાપોહનું કારણ લાંચ હતી. કોંગ્રેસ દ્વારા સત્તાધારી પક્ષ પર એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ‘અમદાવાદ મ્યુનિ.માં એક પોલીસ ઇન્સ્પેક્ટર એક પશુપાલક પાસેથી દસ હજાર જેવી માતબર રકમની લાંચ લેતાં પકડાયા છે, શહેરમાં 2.75 લાખ પશુપાલકો છે ત્યારે જો પ્રત્યેક પાસે 10 હજાર ગણીએ તો મહિને 10 કરોડની લાંચ થાય! આટલી મોટી રકમ કોઇ ઇન્સ્પેક્ટર ઉઘરાવવાની હિંમત ન કરે, શું આવી લાંચની રકમ કમલમ્ સુધી જાય છે?’

ADV

આ સવાલ બાદ તો વિવાદ વકર્યો હતો. ભાજપના નેતાઓએ શબ્દો પરત ખેંચવા અને માફી માગવા અંગે કોંગ્રેસને જણાવ્યું હતું. પણ તેની જગ્યાએ કોંગ્રેસના સભ્યો મેયરના ડાયર સુધી ધસી ગયા હતા અને કાગળિયાઓને હવામાં ફંગોળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસમાં અચાનક આવેલા આ સંચારથી ભાજપના સભ્યો ડઘાઈ ગયા હતા.

ADV

આ બેઠકની અંદર કોંગ્રેસના કમળાબહેને ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે, ગાયના નામે મત મેળવનારી ભાજપ, ગાયને પકડવાના હપ્તા પણ ઉઘરાવે છે અને એ હપ્તા કમલમ્ સુધી તો નથી જતાંને તેની તપાસ કરવી જોઈએ. સણસણતો સવાલ પૂછાતા ભાજપના સભ્યો પોતાની જગ્યા પરથી ઉભા થઈ ગયા હતા અને પોતાનો બચાવ કરવા માટે કોંગ્રેસ હાય હાયના નારા લાગવ્યા હતા. સામે કોંગ્રેસ પણ ઢીલું મૂકવાની જગ્યાએ, ભાજપ ભ્રષ્ટાચારી હોવાના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને થઈ ગયા હતા અને ડાયસ પર ચડી ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments