Homeગુર્જર નગરીઅમદાવાદ: ફેસબુકમાં જોયું ત્યારે યુ.એન.મહેતા હોસ્પિટલને ખબર પડી કે અમારી હોસ્પિટલ તો...

અમદાવાદ: ફેસબુકમાં જોયું ત્યારે યુ.એન.મહેતા હોસ્પિટલને ખબર પડી કે અમારી હોસ્પિટલ તો ટૂંક સમયમાં બંધ થાય છે!

Team Chabuk-Gujarat Desk: ફેક એકાઉન્ટ અને તેની પોસ્ટ વર્તમાન સમયની સૌથી મોટી મહામારી ગણી શકાય. આ મહામારીનો ભોગ અમદાવાદની ખ્યાતનામ યુ.એન.મહેતા હોસ્પિટલ બની છે. હોસ્પિટલના નામનું ફેક એકાઉન્ટ બી.જે.મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને તે જ કોલેજના પૂર્વ આસિસ્ટન્ટ પ્રોફેસર રોનક શાહે બનાવ્યું હતું. બનાવ્યું તો ખરું પણ તેમાં જે પોસ્ટ કરી તેનાથી ઘણાના મગજ ભમી ગયા હશે. રોનક શાહે લખ્યું કે, હોસ્પિટલ ટૂંક સમયમાં બંધ થાય છે અને હૃદયરોગના દર્દીઓની સારવાર થશે નહીં. હોસ્પિટલ હવે એપ્રિલ-2022માં કાર્યરત થશે. તકલીફ બદલ અમે દિલગીરી છીએ’

shivneha

આ અંગે યુ.એન મહેતા હોસ્પિટલમા નેટવર્ક એન્જિનિયર તરીકેની નોકરી કરતા દેવાંગ પટેલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું છે કે, યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર નામનું ફેસબુક એકાઉન્ટ નિયમિત અપડેટ કરે છે, જેમાં હોસ્પિટલની માહિતી મૂકવામાં આવે છે, પરંતુ જ્યારે તેમણે 18 ઓક્ટોબરના રોજ હોસ્પિટલની વિવિધ ઈવેન્ટ જોવા માટે ફેસબુકનું પેજ ખોલ્યું તો તેની નજર એવું જ બીજું ફેસબુક પેજ આવ્યું હતું.

shivneha

અહીં હોસ્પિટલના તમામ ફોટાઓ અપલોડ કર્યા હતા અને નીચે લખ્યું હતું કે, પરમેનેન્ટરી ક્લોઝ. ફેસબુક પેજમાં જ મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી હતું. જે હોસ્પિટલના ડાયરેક્ટરનું હતું. અંતે આ ફેક એકાઉન્ટ હોવાની જાણકારી પ્રાપ્ત થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી.

ADV

ફેક એકાઉન્ટ બનાવનારો ડોક્ટર રોનક શાહ પોતે કાર્ડિયોલોજીસ્ટ છે. તે હિંમતનગરમાં હ્રદયમ નામની હોસ્પિટલ ધરાવે છે. પોલીસે જણાવ્યું હતું કે, હાલ હોસ્પિટલમાં કામ કરતા કેટલાક કર્મચારીઓની સાથે તેને મનદુ:ખ હતું, જેથી તેણે આ આઈડી બનાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments