Homeદે ઘુમા કેT20 વિશ્વકપ 2021માં આન્દ્રે રસેલ ડાયમંડ ડકનો ભોગ બનનારો પ્રથમ ખેલાડી, જાણો...

T20 વિશ્વકપ 2021માં આન્દ્રે રસેલ ડાયમંડ ડકનો ભોગ બનનારો પ્રથમ ખેલાડી, જાણો શું હોય છે ડાયમંડ ડક?

Team Chabuk-Sports Desk: T20 વર્લ્ડકપની 23મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી આન્દ્રે રસલે એક પણ બોલ રમ્યા વગર આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 13મી ઓવરમાં તસ્કીન અહમદની બોલ પર રોસ્ટન ચેઝે શાનદાર સ્ટ્રેટ ડ્રાઈવ લગાવી હતી. જોકે બોલ બોલરના પગમાં વાગી અને ત્યાંથી નોન સ્ટ્રાઈક એન્ડ પર જઈ વિકેટ પર ટકરાઈ હતી.

shivneha

આ ઘટના બની ત્યારે આન્દ્રે ક્રિઝની બહાર હતો અને નિયમ મુજબ અમ્પાયરે તેને આઉટ કરાર આપી દીધો હતો. રસેલ ડાયમંડ ડકમાં જ આઉટ થયો હતો. ડાયમંડ ડકનો અર્થ થાય છે બેટ્સમેન કોઈ પણ બોલ રમ્યા વગર આઉટ થઈ જાય. જો કોઈ ખેલાડી પ્રથમ બોલ પર જ આઉટ થઈ જાય છે તો તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે.

2 વખતની ટી ટ્વેન્ટી વિશ્વકપની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પ્રદર્શન આ વખતે નિરાશાજનક રહ્યું છે. બાંગ્લાદેશની ટીમ સામે પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમ કંઈ ઉકાળી નહોતી શકી. જ્યારે આરંભમાં ઈંગ્લેન્ડની વિરુદ્ધ તે માત્ર 55 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પોતાની વિસ્ફોટક બેટીંગના કારણે ચર્ચામાં રહેતા આન્દ્રે રસેલને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે તે આ રીતે આઉટ થઈ જશે.

ADV

જોકે આન્દ્રે રસેલ કોઈ પ્રથમ બેટ્સમેન નથી જે ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ડાયમંડ ડકનો ભોગ બન્યો હોય. ટી ટ્વેન્ટી વિશ્વકપના ઈતિહાસમાં અત્યાર સુધીમાં અગિયાર ખેલાડીઓ ડાયમંડ ડક થઈ ચૂક્યા છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝના બે ખેલાડીઓનો સમાવેશ થાય છે. લેન્ડલ સિમન્સ અને કિરોન પોલાર્ડ બાદ હવે ત્રીજા ખેલાડી તરીકેનું સૌભાગ્ય આન્દ્રે રસેલને પ્રાપ્ત થયું છે. પાકિસ્તાનના મિસ્બાહ ઉલ હક અને મોહમ્મદ આમિર પણ ડાયમંડ ડક આઉટ થઈ ચૂક્યા છે. ભારતનો હજુ સુધી એક પણ ખેલાડી ડાયમંડ ડક આઉટ થયો નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments