Homeગુર્જર નગરીમહીસાગરઃ ડાંગરની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોને મળી રહ્યા છે આટલા રૂપિયા

મહીસાગરઃ ડાંગરની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોને મળી રહ્યા છે આટલા રૂપિયા

Team Chabuk-Gujarat Desk: રાજય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્‍પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી ચાલુ વર્ષ ડાંગરની સીઝનમાં ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્‍યું છે જે અંતર્ગત મહીસાગર જિલ્‍લામાં ડાંગરની  ટેકાના ભાવે ખરીદીનો આજે લાભ પાંચમના શુભ દિવસથી જિલ્‍લાના તમામ તાલુકાના એપીએમસી ખાતે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

રાજય સરકાર દ્વારા આ અગાઉ જે ખેડૂતો ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવા માંગતા હોય તેમના માટે ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઓનલાઇન રજિસ્‍ટ્રેશન અંતર્ગત મહીસાગર જિલ્લાના છ તાલુકા પૈકી લુણાવાડા તાલુકાના 1891 ખેડૂતો, સંતરામપુર તાલુકાના 986 ખેડૂતો, કડાણા તાલુકાના 701 ખેડૂતો ખાનપુર તાલુકાના 474 ખેડૂતો બાલાસિનોર તાલુકાના 289 ખેડૂતો તેમજ વિરપુર તાલુકાના 235 ખેડૂતો મળી જિલ્લાના  કુલ 4576 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

રાજય સરકાર દ્વારા આજે લાભ પાંચમના દિવસથી સમગ્ર રાજયમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવતાં આજે લુણાવાડા એપીએમસી ખાતે ખેડૂતો પોતાની ડાંગર આપવા આવી પહોંચ્યા હતા. જયાં ખેડૂતોને ડાંગરનો ભાવ જયાં બજારમાં 20 કિલોના 300 રૂપિયા છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા 388 રૂપિયાના  ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. 

આમ, ખેડૂતોને તેમની 30 કિલો ડાંગરના બજાર ભાવ કરતા 88 રૂપિયા વધુ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહેવાની સાથે ખેડૂતો સરકાર પ્રતિ આભારની લાગણી  વ્યક્ત કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments