Team Chabuk-National Desk: કાનપુરના ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર અરુણ કુમારને તેમની કથિત પત્નીએ રવિવારની રાત્રે એક હોટલમાં મહિલા મિત્રની સાથે રંગેહાથ પકડી લીધા હતા. બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ધોલધપાટમાં હોટલના રૂમથી લઈ રસ્તા વચ્ચે પણ હંગામો મચી ગયો હતો.
સોમવારના રોજ પોલીસકર્મીને તેમની ફરજ પરથી નિલંબિત પણ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની તપાસ એસીપી કર્નલગંજને સોંપવામાં આવી છે. ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ આ પ્રકારની કેટલીય ફરિયાદ મળી છે. ઈન્સ્પેક્ટર અરુણ કુમાર ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં અતિરિક્ત ઈન્સ્પેક્ટર પદ પર હતા.
રવિવારની રાત્રે ગ્વાલટોલી વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. તેમની સાથે હરદોઈની રહેવાસી તેમની મહિલા મિત્ર હતી. એ વાતની જાણકારી સરકારી આવાસ પર રહેનારી પત્નીને થઈ ગઈ હતી. મોડીરાત્રે તે હોટલ પહોંચી હતી અને અહીં પતિને રંગેહાથ ઝડપી લીધો હતો.
પ્રાથમિક તપાસ અહેવાલના આધાર પર પોલીસ કમિશ્નર અસીમ અરુણે ઈન્સ્પેક્ટરને પદ પરથી હટાવી દીધા છે. એસીપી કર્નલગંજ ત્રિપુરારી પાંડેએ જણાવ્યું કે ઈન્સ્પેક્ટરની વિરૂદ્ધ વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ ઓફિસરોએ જણાવ્યું કે, ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ આ પ્રકારની અસંખ્ય ફરિયાદોની વાત સામે આવી છે. તમામ ફરિયાદને તપાસમાં સામેલ કરવામાં આવી છે.
અગાઉ ઈન્સ્પેક્ટર અરુણ કુમારની વિરૂદ્ધ પાંચ વર્ષ પહેલા એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવી કેસ ફાઈલ કરાવ્યો હતો. બાદમાં બહાર સમજૂતી કરી નાખી હતી. એ જ મહિલાની સાથે તેઓ પોતાના સરકારી આવાસમાં રહેતા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે તેની સાથે તેમણે લગ્ન કરી લીધા હતા અને એ જ મહિલા હોટલમાં રણચંડી બની હતી. અરુણ મૂળ ફિરોઝાબાદના સિરસાગંજનો રહેવાસી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત