Homeગુર્જર નગરીઘાટલોડિયા ડબલ મર્ડર કેસ, બે શખ્સની ધરપકડ, મર્ડર બાદ પાનના ગલ્લે પીધી...

ઘાટલોડિયા ડબલ મર્ડર કેસ, બે શખ્સની ધરપકડ, મર્ડર બાદ પાનના ગલ્લે પીધી હતી સિગારેટ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ઘાટલોડિયા મર્ડર મિસ્ટ્રીનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા બે આરોપી મુકુટ અને ઈમને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, હત્યાની રાત્રે તેઓ સોસાયટીમાં ફરી રહ્યા હતા. તેમને એવું હતું કે દિવાળીના તહેવારમાં કોઈ ઘર એવું મળી જશે, જ્યાં કિંમતી સામાન હશે. તેઓ જ્યારે વૃદ્ધ દંપતીના બ્લોક પાસે પહોંચ્યા ત્યારે ઉપરના માળે અવાજ આવતો હતો. થોડીવાર રહીને તેઓ એક ઘરમાં ઘૂસીને કિંમતી વસ્તુઓ શોધી રહ્યા હતા. આ દરમિયાન વૃદ્ધ દંપતીએ અવાજ કરતાં જ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ભરચક વિસ્તાર હોવાથી તેઓ ડરતાં ડરતાં ત્યાંથી ભાગી ગયા હતાં. આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ લૂંટનો હતો, પણ વૃદ્ધ દંપતી બૂમો પાડશે અને તેઓ પકડાઈ જશે એવા ડરથી હત્યાને અંજામ આપ્યો હતો.હત્યા કર્યા બાદ આરોપીએ ગલ્લે જઈ સિગરેટ પીધી હતી અને ત્યારબાદ સુઈ ગયા હતા.આરોપીએ પહેલાં વૃદ્ધની કરી હતી ત્યારબાદ વૃદ્ધાની હત્યા કરી હતી. હત્યા બાદ લોહી વાળો શર્ટ બદલી નાખ્યો હતો.

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ બે આરોપીને ઝડપી લીધા છે. બીજી તરફ, હત્યામાં લૂંટનો ઈરાદો પણ હજુ પ્રસ્થાપિત થયો નથી કારણ કે ઘરમાંથી માત્ર 500 રૂપિયા જ ગયા છે. ક્રાઈમબ્રાંચ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. વૃદ્ધ દંપતીની હત્યા કરનારા આરોપી લોહીવાળી છરી ઘરમાં જ મૂકીને ગયો હતો. આ છરી પર આર.કે.ઘાટલોડિયાનો માર્કો લાગેલો છે, જેથી આ નામવાળી દુકાન શોધવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે.અમદાવાદની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ જતા શહેર પોલીસ કમિશનર હત્યાની લિંક શોધનાર પોલીસ કર્મીને 10 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.​​​​​​​

ઉલ્લેખનયી છે કે, દિવાળીના બે દિવસ પહેલાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખસો ઘૂસી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લૂંટના ઇરાદે, અંગત અદાવત અથવા અન્ય કોઈ કારણોસર હત્યા કરી છે કે કેમ એ અંગે પૂછપરછ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments