Homeગુર્જર નગરીરાજ્યમાં બિન અનામત વર્ગની યોજનાઓની સહાયમાં વધારો કરાશે

રાજ્યમાં બિન અનામત વર્ગની યોજનાઓની સહાયમાં વધારો કરાશે

Team Chabuk-Gujarat Desk: ગુજરાત રાજ્ય બિન અનામત આયોગના (bin anamat aayog) અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરાએ (hansraj gajera) બિનઅનામત વર્ગોના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પરિસંવાદ યોજી, રાજ્ય સરકારની જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવાની સાથે બિન અનામત વર્ગોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિચાર વિમર્શ કર્યો હતો.

ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલા પરિસંવાદમાં હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજ્યના બિન અનામત વર્ગની વિવિધ યોજનાઓની સહાયમાં વધારો કરવામાં આવશે. આ માટે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સુધારા કરવા માટે ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના આયોગ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે બિન અનામત વર્ગની સ્પષ્ટતા કરતા કહ્યું કે, સામાન્ય રીતે રાજ્યના અનૂસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાં જેમનો સમાવેશ નથી થતો તે સિવાયના તમામને બિન અનામત વર્ગમાં આવરી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ બિન અનામત વર્ગોના ઉત્થાન માટે રૂ. ૫૦૦ કરોડ જેટલુ માતબર બજેટ ફાળવ્યું છે.

રાજ્ય સરકારે નાગરિકોના હિતમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળે તે માટે મોટાભાગની મર્યાદાઓ દૂર કરીને માત્ર ૮ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા તમામ લોકોને અનામત હેઠળ આવરી લીધા છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના ઉત્થાન માટે શૈક્ષણિક અને વ્યવસાયિક હેતુ માટે અનેક યોજાનાઓ અમલમાં મૂકી છે. ખાસ કરીને રાજ્યના ગરીબ ઘરના દીકરા-દીકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે જુદી-જુદી યોજનાઓના માધ્યમથી ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ પ્રયાસ કરી રહ્યું છે. આમ, સમાજમાં સામાજિક સમરસતા જળવાઈ રહેવાથી અને લોકો શિક્ષિત થવાથી અંતે સમગ્ર રાષ્ટ્રને ફાયદો થતો હોય છે. સાથે જ તેમણે જુદા-જુદા સમાજના અગ્રણીઓને બિનઅનામત વર્ગોના આયોગની યોજનાનો મહત્તમ પ્રચાર-પ્રચાર કરવાની સાથે લોકો આ યોજનાઓથી લાભાન્વિત થાય તેવા પ્રયાસ કરવા હંસરાજભાઈ ગજેરાએ અનુરોધ કર્યો હતો.

આ પરિસંવાદમાં બિનઅનામત વર્ગોના આયોગના સચિવ વિજયસિંહ વાઘેલાએ બિનઅનામત વર્ગોની જુદી-જુદી યોજનાઓ વિગતવાર જાણકારી આપી હતી. જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે બિન અનામત વર્ગના યુવાઓને રાજ્ય સરકારની યોજનાઓ લાભ મળે તે માટે સામાજિક આગેવાનોએ લોકો સુધી જાણકારી પહોંચાડવાની સાથે જ આ માટે ઈડબ્યુએસ અને બિનઅનામત વર્ગનુ પ્રમાણપત્ર મેળવવા માટે લોકોને જાગૃત કરવા માટે અનુરોધ કર્યો હતો. આ પરિસંવાદમાં જુદા-જુદા સમાજના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક રજૂઆત સહ રચનામત્મક સૂચનો રજૂ કરવાની સાથે ચર્ચામાં સહભાગી થયા હતા.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments