Homeતાપણુંવહેલી યોજાશે ચૂંટણી ? ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મનસુખ વસાવાનું મોટું નિવેદન

વહેલી યોજાશે ચૂંટણી ? ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મનસુખ વસાવાનું મોટું નિવેદન

Team Chabuk-Political Desk: રાજ્યની રૂપાણી સરકારના આખા મંત્રીમંડળની વિદાય અને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રચાયેલી નવી સરકાર બાદ હવે રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાને લઈને અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં સરકારની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. પરંતુ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજાવાને લઈને અટકળો ચાલી રહી છે. આ અટકળોની વચ્ચે ભાજપના સાંસદ (bjp mp) મનસુખ વસાવાએ (mansukh vasava) વિધાનસભાની ચૂંટણીને (gujarat assembly election) લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે, ખૂબ ઓછા સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

મનસુખ વસાવાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે, આગામી 5થી 6 મહિનામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. આમ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સંકેત આપી દીધા છે. ગુજરાતના સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું હતું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડીશું. અને નર્મદા જિલ્લાની તમામ બેઠકો ભાજપ જીતશે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવી રહી છે તેવી અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું. પરંતુ આજે ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીને લઈને એક નિવેદન સામે આવ્યું છે. પહેલાં ભારતના ચૂંટણી પંચ અને હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમયે જ કરાવવામાં આવશે. 

આગામી વર્ષે ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યની વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે આ રાજ્યની ચૂંટણીની સાથે સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની અટકળો ચાલી રહી છે. જો કે જે તે સમયે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતમાં વહેલી ચૂંટણી થવા અંગે પૂર્ણ વિરામ મૂકતા કહ્યું હતું કે, અન્ય રાજ્યોની ચૂંટણી સાથે ગુજરાતની ચૂંટણી યોજાવાની નથી. જો કે આજે ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ફરી રાજ્યમાં ચૂંટણી વહેલી થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments