Team Chabuk-Business Desk: ભારતીય રિઝર્વ બેંકના (RBI) ગવર્નર શક્તિકાંત દાસે (shaktikanta das ) ક્રિપ્ટોકરન્સીને (cryptocurrency) લઈને ફરીથી ચેતાવણી આપી છે. શક્તિકાંત દાસે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીને લઈને રિઝર્વ બેંકે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શક્તિકાંત દાસે કહ્યું કે, એક રેગ્યુલેટર તરીકે ભારતીય રિઝર્વ બેંક સમક્ષ ક્રિપ્ટોકરન્સીને લઈને ઘણા પડકારો છે. ક્રિપ્ટોકરન્સીને માઈક્રો ઈકોનોમિક સંતુલન અને નાણાકીય સ્થિરતા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.
મહત્વનું છે કે, રિઝર્વ બેંક ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માગે છે પરંતુ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, આ માટે કેન્દ્ર સરકાર કોઈ નીતિ બનાવે. હાલમાં ક્રિપ્ટોકરન્સીને લઈને સરકારની કોઈ નીતિ નથી જેના કારણે લોકો બેધડક ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું જોખમી માનવામાં આવી રહ્યું છે. કેમ કે ક્રિપ્ટોકરન્સી ઈન્ટરનેટની રહસ્યમય દુનિયામાં ચાલતી એક એવી ડિજિટલ કરન્સી છે જેના માલિક અને સ્ત્રોતની કોઈ જાણકારી હોતી નથી. શક્તિકાંત દાસે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓની સંખ્યા વધારીને કહેવામાં આવી રહી છે. જો કે મોટી સંખ્યામાં એવા લોકો છે જેમણે ક્રિપ્ટોકરન્સીમાં 1 હજાર અથવા 2 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે.
શક્તિકાંત દાસે બિઝનેસ સ્ટાન્ડર્ડ BFSI સમિટમાં કહ્યું કે આરબીઆઈએ ક્રિપ્ટોકરન્સી ઉપર સરકારે એક વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે. સરકાર આ રિપોર્ટ પર સક્રિયતાથી વિચાર કરી રહી છે. જો કે ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવા અંગે શક્તિકાંત દાસે બોલવાનું ટાળ્યું હતું.
મહત્વનું છે કે, રિઝર્વ બેંકે ચિંતા વ્યક્ત કરી હોવા છતાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ વધવાથી CoinDCX ઓગસ્ટ મહિનામાં યુનિકોર્ન બની ગઈ છે. એવી જ રીતે ઓક્ટોબર મહિનામાં CoinSwitch kuber યુનિકોર્ન બની ગઈ છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક એક ફિયાટ કરન્સીના ડિજિટલ વર્ઝન ઉપર કામ કરી રહી છે અને હાલમાં તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જો ડિજિટલ કરન્સી બજારમાં લાવવામાં આવે તો નાણાકીય સ્થિરતા પર શું અસર પડે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત