Homeગુર્જર નગરીઊનાઃ સ્નેહમિલન કાર્યક્રમમાં સીએમએ કહ્યું, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આપણે...

ઊનાઃ સ્નેહમિલન કાર્યક્રમમાં સીએમએ કહ્યું, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આપણે માર્કેટની પણ વ્યવસ્થા કરીશું

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને પ્રેરક ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ઊના ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને નવા વર્ષની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પાયામાં કાર્યકર છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સૌ મહાનુભાવોને આપ સૌમાં વિશ્વાસ છે અને એ દિશામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જન સેવામાં સમર્પિત છે.

કોરોનામા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે પ્રજાની વચ્ચે રહીને ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિવિધ સરકારી યોજનાઓનો લોકોને લાભ અપાવીએ. મુખ્યમંત્રીએ વિવિધ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, છેવાડાના લોકોની સેવા કરવી અને શહેરોમાં જેવી સુવિધા છે તેવી સુવિધા ગામડાં માં પણ આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. મુખ્યમંત્રીએ તાઉતે વાવાઝોડામાં પણ સરકારે મદદ કરી છે તેમ જણાવીને હવે પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રીત કરવા ખેડૂતોને જણાવી માર્કેટ માટે પણ વ્યવસ્થા કરીશું તેમ જણાવ્યું હતું.

whatsapp group join link

અંતમાં મુખ્યમંત્રીએ નવા વર્ષમાં ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા કાર્યકરોને સંકલ્પ લેવા આહવાન કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા ભાજપના પદાધિકારીઓ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓએ મુખ્યમંત્રીને મોમેન્ટો અને પુષ્પમાળા સાથે સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી કાર્યકર્તાઓને-નાગરિકોને પણ મળ્યા હતા.

આ પૂર્વે ઉનાના હેલીપેડ ખાતે પણ પ્રભારી મંત્રી અરવિંદ રૈયાણી, પ્રદેશ અગ્રણી ઝવેર ઠકરાર જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, કાળુ રાઠોડ, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને સંગઠનનાં પદાધિકારીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

ઊના ખાતેના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગામડાઓમાં સુવિધાઓ વધે તે માટે અભિયાન હાથ ધર્યું છે. સેવા સેતુના કાર્યક્રમ થકી ૫૭ જેટલી સેવાઓ લોકોને ઘરઆંગણે મળી રહી છે.

પ્રદેશ મહામંત્રી ઝવેર ઠકરારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો-કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, નવા વર્ષમાં નાના-મોટી રહેલી ક્ષતિઓ દૂર કરી, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ૪૪૦ જેટલી અમલી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાની સાથે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રારંભ કરવામાં આવેલ બીનચેપી રોગોનું પ્રમાણ ઘટાડવા માટેના નિરામય ગુજરાત અભિયાનનો લાભ લોકો સુધી પહોંચાડવામાં સહભાગી બનીએ.

advertisement-1

સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી પરિવાર ભાવના સાથે સૌને રાખીને ચાલનારી પાર્ટી છે. કોરોના મહામારીના કપરાકાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર સાથે રહી લોકો વચ્ચે જઈ સતત સેવા કરી છે. સાથે જ તેમણે ગીર સોમનાથ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકમાં વિજયી બનાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંગ પરમારે મુખ્યમંત્રી સહિત સૌ આગેવાનો કાર્યકર્તાઓ નું શાબ્દિક સ્વાગત કરી ભારતીય જનતા પાર્ટીની જનસેવાની અને રાષ્ટ્રીય સેવાની ભાવના સ્પષ્ટ કરી અટલજીના કદમ મિલાકે ચલના હોગા ગાન સાથે કાર્યકર્તાઓને પ્રેરક વાત કરી હતી.વંદે માતરમ ગાન અને બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક ગીત રજુ કરાયું હતુ

આ સ્નેહમિલનમાં પૂર્વ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડ, રાજશી જોટવા, ગોવિંદ પરમાર, જે. ડી. સોલંકી, ઊના નગરપાલિકાના જલ્પાબેન બાંભણીયા, અગ્રણી બચુ વાજા, ભાવેશ ઉપાધ્યાય, હરિ સોલંકી, પક્ષ અગ્રણી રઘુભાઈ, વિશાલ વોરા, વજુ વાજા, મીતેશ શાહ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ- આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments