Homeતાપણુંજો કંગનાની જેમ કોઈ મુસ્લિમે કહ્યું હોત તો UAPA લાગી જાત :ઓવૈસી

જો કંગનાની જેમ કોઈ મુસ્લિમે કહ્યું હોત તો UAPA લાગી જાત :ઓવૈસી

Team Chabuk-Political Desk: કંગના રણૌતનું વિવાદિત નિવેદન વારંવાર ચર્ચાની એરણે ચડે છે. હાલ અભિનેત્રી 2014માં સાચી આઝાદી મળી હતી ના નિવેદનને લઈ ચારે બાજુથી ઘેરાયેલી છે. સોશિયલ મીડિયા અને કેટલાક રાજકીય પક્ષના લોકો કંગનાનો પદ્મશ્રી પરત લેવાનું કહી રહ્યા છે. જોકે પોતાના વિવાદિત નિવેદન પર કંગના ટસની મસ નથી થઈ રહી. વિવાદિત નિવેદનને આગ ચાંપતા તેણે વધુમાં એ પણ કહ્યું કે 1947માં એવું કયુ યુદ્ધ થયું હતું, મને ખબર નથી. જો કોઈ મને જણાવી શકે તો હું મારો પદ્મશ્રી પરત કરી દઈશ અને માફી પણ માગીશ. હવે કંગનાના આ નિવેદન પર એઆઈએઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પ્રહાર કર્યાં છે.

ઓવૈસીએ પૂછ્યું હતું કે શું દેશદ્રોહ માત્ર મુસ્લિમો માટે છે? શું એ લોકો કંગના રણૌત પર દેશદ્રોહનો આરોપ લગાવશે? ઓવૈસીએ કંગનાનું નામ લીધા વગર જ કહ્યું હતું કે હું ઈન્ડિયન નેશનલિઝ્મને માનું છું તો એમને પદ્મશ્રી મળ્યો છે. જો અમે આ વાત કહી દેત તો યૂએપીએ લાગી જાત, ઘૂંટણમાં ગોળી મારી દેત. એક મોહતરમાએ કહ્યું કે 2014માં સાચા અર્થમાં દેશ આઝાદ થયો હતો. પ્રધાનમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને પૂછવા ઈચ્છું છું કે 1947માં આઝાદ થયા હતા કે 2014માં.

કંગનાના નિવેદન પર કટાક્ષ ભર્યાં અંદાજમાં ઓવૈસીએ કહ્યું કે, ‘એ ક્વીન છે અને આપ કિંગ (યોગી આદિત્યનાથ) પણ તમે કંઈ નહીં કરો. બાબાએ ઈન્ડિયા-પાકિસ્તાન ટી ટ્વેન્ટી મેચ બાદ ટીપ્પણી કરનારાઓ પર દેશદ્રોહના આરોપમાં જેલમાં નાખી દેવાની ધમકી આપી હતી.’ ઓવૈસીનું આ નિવેદન યોગી આદિત્યનાથના એ નિર્ણય પર હતું, જેમાં તેઓએ 24 ઓક્ટોબરના રોજ થયેલા ભારત અને પાકિસ્તાનના મેચમાં, પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારાઓને જેલમાં નાખવાની ચેતવણી આપી હતી.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments