Team Chabuk-Cinema Desk: સૂર્યવંશી અને માર્વેલની ઈટર્નલની સામે સારું થયું સૂર્યાની જય ભીમ થીએટરોમાં રિલીઝ ન થઈ. નહીંતર જે પ્રતિભાવ તેને ઓનલાઈન મળ્યો છે, તે જો થીએટરોમાં મળેત તો ઈટર્નલ તો ઠીક સૂર્યવંશીનું દેવાળું ફૂંકાતા વાર ન લાગેત. ફિલ્મ દર્શકોને એટલી પસંદ આવી કે હોલિવુડ ક્લાસિક શોશાંક રિડેમ્પ્શન આઈએમડીબી આંકને પાછળ છોડી દીધો. ફિલ્મ માત્ર દર્શકોને નહીં પણ વિવેચકોને પણ ખાસ્સી પસંદ આવી છે. સૂર્યાનું સુપરસ્ટારનું સિંહાસન આ કારણે વેત એક અદ્ધર થઈ ગયું છે. પરંતુ દક્ષિણના સુપરસ્ટાર્સ તેના ચાહકોમાં આટલા લોકપ્રિય કેમ છે? તેની પાછળ લોકો આટલા ઘેલા કેમ થાય છે? તેનું એક તાજું કારણ સામે આવ્યું છે.
જય ભીમ ફિલ્મની વાર્તા ઈરુલા ટ્રાઈબથી સંબંધિત રાજાકન્નૂ નામના વ્યક્તિના જીવન પર આધારિત છે. રાજાકન્નૂ એ વ્યક્તિ છે જેની પોલીસ હિરાસતમાં જ સંદિગ્ધ રીતે મૃત્યુ થઈ ગઈ હતી. એ પછી 90ના દાયકામાં આ કેસને લઈ લાંબી કાયદાકિય કાર્યવાહી ચાલી. સ્ટેટમાં આ કેસે ખૂબ હેડલાઈન બનાવી હતી. હવે મુખ્ય સમાચાર પર આવીએ તો, જે રાજાકન્નૂની મોત થઈ તેની પત્નીના ખાતામાં સૂર્યાએ દસ લાખ રૂપિયા જમા કરાવ્યા છે.
સુર્યાએ આ ધનરાશિ સીપીઆઈએમના સ્ટેટ સેક્રેટરી કે.બાલાકૃષ્ણનની ભલામણ પર રાજાકન્નૂની પત્ની પાર્વતી અમ્મલના નામે કરી છે. પાર્વતી ચૈન્નઈની પાસે મજૂરી કામ કરે છે અને પોતાનું જીવન ખૂબ જ દુ:ખદ પરિસ્થિતિમાં પસાર કરી રહી છે. સૂર્યાનું આ અંગે કહેવું છે, ‘અમે રાજાકન્નૂની પત્ની પાર્વતી અમ્મલની મદદ એ રીતે કરવા ઈચ્છીએ છીએ કે આવનારા સમયમાં તેને કોઈ પ્રકારની અડચણ ન પડે. જેથી અમે પાર્વતીના ખાતામાં દસ લાખ રૂપિયા જમા કરાવ્યા છે. પાર્વતી આ રકમ થકી અને તેનાથી મળનારા વ્યાજ થકી પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકશે. સાથે જ અમે પ્રયત્ન કરીશું કે આદિવાસી બાળકોની મદદ કરી શકીએ. આ જાતિવાદના ભેદભાવનો એક જ ઉકેલ છે અને તે છે શિક્ષણ.’
આ કંઈ પ્રથમ વખત નથી કે સૂર્યાએ કોઈની મદદ કરી હોય. આ પહેલા સૂર્યાએ આદિવાસી બાળકોના અભ્યાસ માટે એક કરોડ રૂપિયાની રકમ દાન કરી હતી. સૂર્યાએ આ પૈસા એક ટ્રસ્ટના નામે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનની સામે જ આપ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત